રવિવારે સાંજે પાંચ કલાકે મંડપારોપણ
લગ્ન સમારોહના શ્રૃંગાર જરૂરિયાતમંદ પરિવારોને આપવામાં આવશે.
ધર્મપ્રેમી જનતાને ભાગ લેવા અનુરોધ
રાજકોટ : જીવનનગર વિકાસ સમિતિ, વોર્ડ નં. ૧૦, જાગત નાગરીક મંડળ, રામે વર મહાદેવ મંદિર સમિતિ, મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે આગામી તા. ૩ નવેમ્બરે મહાદેવ ધામના પટાંગણમાં ભવ્ય તુલસી વિવાહનો સમારોહ યોજવામાં આવ્યો છે. ભગવાનના લગ્નનો સમારોહ યોજી તેમાં આવેલી ભેટ સોગાદો શ્રંગાર જરૂરીયાતમંદ પરિવારોમાં આપવામાં આવશે.
મંદિર સહવ્યવસ્થાપક સુનિતાબેન વ્યાસ અને વિનોદરાય ભટ્ટની સંયુક્ત યાદીમાં જણાવાયું છે કે, પ્રતિ વર્ષની જેમ આ વર્ષે મંદિરમાં તુલસી વિવાહનો ભવ્ય સમારોહ યોજવામાં આવ્યો છે. રવિવાર તા. રજીએ સાંજે પાંચ કલાકે મંડપા રોપણ વિધિ, સાંજીના ગીતો સહિત ધાર્મિક આયોજન છે. તા. ૩જી સોમવાર સાંજે પાંચ કલાકે ભગવાન ઠાકોરજીના લગ્ન સમારોહ તુલસી વિવાહ ધામધૂમથી ઉજવાશે. કન્યા જાન પક્ષ સહિત કાર્યક્રમો ઉપરાંત ઠાકોરજીનું સ્વાગત નાની દીકરીઓ દ્વારા કરવામાં આવશે. આ મંદિરમાં ગ્રામ્ય વિસ્તારના લોકો ખાસ હાજરી આપે છે. સામૈયામાં ભાગીદાર બને છે. આનંદ ઉલ્લાસથી ધાર્મિક ગીતોની રમઝટ બોલાવવામાં આવે છે. ધાર્મિક નયનરમ્ય વાતાવરણ ઉભું થાય છે. આખો દિવસ મંદિરની પ્રદક્ષિણા, પૂજાવિધિ રાખવામાં આવે છે. રૈયા રોડ વિસ્તારનું આ મંદિર માનવમંદિર માનવામાં આવે છે.
ભગવાનના લગ્ન સમારોહમાં હાજરી આપશે તેમાં સાંસદ પરસોતમભાઈ રૂપાલા, મેયર શ્રીમતિ નયનાબેન પેઢડીયા, શ્રીમતી અંજલિબેન રૂપાણી, દંડક મનિષભાઈ રાડીયા, નગરસેવકો, નિરૂભા વાઘેલા, ચેતનભાઈ સુરેજા, જયોત્સનાબેન ટીલાળા, ડો. રાજેશ્રીબેન ડોડીયા, પૂર્વ કોર્પોરેટર પરેશભાઈ હુંબલ, અ વીનભાઈ ભોરણીયા, પ્રભારી રઘુભાઈ ધોળકિયા, વોર્ડ પ્રમુખ જયેશભાઈ ચોવટીયા, શહેર ભાજપના વિજયભાઈ પાડલીયા, હરેશભાઈ કાનાણી, વોર્ડ ઉપપ્રમુખ મેહુલભાઈ નથવાણી, રત્નદીપસિંહ જાડેજા અને વોર્ડના હોદેદારો હાજરી આપવાના છે.
સમિતિના પ્રમુખ એડવોકેટ જયંત પંડયાએ તિરૂપતિ નગર, બ્રહ્મસમાજ, જીવનજ્યોત, અમતા, અમિ પાર્ક, રાવલ નગર, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સહિત સોસાયટીઓના રહીશો માટે ખાસ વ્યવસ્થા ગોઠવી છે. તુલસી વિવાહની તૈયારી સુનિતાબેન વ્યાસ, શોભનાબેન ભાણવડીયા, યોગીતાબેન જોબનપુત્રા, ભક્તિબેન ખખ્ખર, કિર્તીબેન કગથરા, ભારતીબેને ગંગદેવ, હર્ષાબેન પંડયા, આશાબેન મજેઠીયા, ભારતીબેન રાવલ, પ્રફુલાબેન બોરીચા, ભદ્રાબેન ગોહેલ, નેહાબેન મહેતા, જીગીશાબેન રાવલ, સમિતિના જીનુભાઈ ભટ્ટ, કેતનભાઈ મકવાણા, વિપુલભાઈ પંડયા, અંકલેશ ગોહિલ, પાર્થ ગોહેલ સહિત કાર્યકરો જહેમત ઉઠાવે છે. આ સમારોહ જીવનનગર શેરી નં. ૪, બ્રહ્મસમાજ સામે, રૈયા રોડ ખાતે યોજાશે.
માન. તંત્રીશ્રી,
આપશ્રીના સુપ્રસિધ્ધ અખબારમાં ફોટા સાથે ઉપરોકત મેટર જનજાગતિ માટે પ્રગટ કરી આભારી કરશો તેવી વિનંતી. ઈ-મેઈલમાં મેટર મોકલેલ છે.
(જયંત બી. પંડયા) મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯
રિપોર્ટ દામજીભાઈ વેકરીયા











