સરકારની એક ને દૂધ અને એક ને છાસ ની નીતિ સામે ખેડૂતો અને ગ્રામ પંચાયત નો વિરોધ
કમોસમી વરસાદ થી ખેડૂતો ને મોટા પાયે નુકશાની થયેલ છે જેને ધ્યાને લય ગુજરાત સરકાર દ્વારા પાક નુકશાની નું સર્વે કરી અને વળતર આપવા માટે ગાઇડલાઈન રજૂ કરી છે જેમાં હાલની પરિસ્થતિ એ જેટલા ખેડૂતોના પાક ની લણણી ચાલુ કરેલ હતી અને મગફળી જેવા પાક ના પાથરા પલળ્યા છે અને કોહવાઈ ગયેલ છે અથવા મગફળી,કપાસ,જેવા ઊભા પાકને નુકશાની થયેલ છે માત્ર તેવા જ ખેડૂતોને વળતર આપવાની ગાઈડલાઈન છે જેના સંદર્ભમાં ઘાંટવડ ગ્રામ પંચાયત ખાતે ખેડૂતો અને પંચાયત બોડી અને કૃષિ ગ્રામ સેવક અને તલાટી શ્રી એકત્રિત થયા હતા અને એક મિટિંગ યોજી પાક નુકશાની ના સર્વે વિશે ચર્ચાઓ કરવામાં આવી હતી.આ મિટિંગ માં ખેડૂતો દ્વારા ઉગ્ર રજૂઆતો કરવા આવી હતી અને ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અહી માત્ર મગફળી અને કપાસ જેવા પાકો જ નહિ પરંતુ સોયાબીન,અડદ,ડુંગળી,તુવેર, કેળ જેવા બાગાયતી પાકોના પણ વ્યાપક પ્રમાણ માં નુકશાની થયેલ છે અને તેનું વળતર ન મળે ત્યારે સરકાર દ્વારા વ્હાલા દવલા ની નીતિ પ્રમાણે નું સર્વે થવાનું હોય જેથી આવા પ્રકારના સર્વે નો બહિષ્કાર કરવામાં આવ્યો છે.અને સરકારની નીતિ ઉપર પણ આક્ષેપો કરવામાં આવ્યા છે.ખેડૂતો અને ગ્રામ પંચાયત દ્વારા માંગ કરવામાં આવી છે કે અહી ગામના તમામ ખેડૂતોને ન્યાય ની દૃષ્ટિ એ વળતર મળે અને સો ટકા નુકશાની નું સર્વે થવું જોઈએ.
રિપોર્ટર શિંગડ લાલજી











