-૨૪/૦૮/૦૨૫ ના રોજ ઓલ ગુજરાત ફકીર દીવાન સમાજના ટ્રસ્ટી ઓ તેમંજ અન્ય આગેવાનોની હાજરીમાં ખંભાતના ઉદ્યોગપતિ અને સમાજ માટે તમામ પ્રકારની મદદ કરવા હંમેશા તૈયાર રેહતા એવા હાજી અમિતભાઈ દિવાન ના ફાર્મ હાઉસ ખાતે મિટિંગ મળી જેમાં ગુજરાતના વિવિધ જિલ્લા ના પ્રતિષ્ઠિત આગેવાનો ની હાજરીમાં સમાજ હિત માં નીચે મુજબની ચર્ચા વિચારણા કરાવામાં આવી. ૧.ઓલ ફકીર દિવાન સમાજના બાકી રેહતા ટ્રસ્ટી ઓની હાજર રહેલા વ્યક્તિઓ માંથી નિમણૂક કરવામાં આવી જેમાં પ્રવક્તા તરીકે શ્રી સલીમુલ્લા સિક્કા,એસ.કે.દીવાન જંત્રાલ અને ઉષ્માનગની રફાઇ અમદાવાદ ની નિમણૂક કરવામાં આવી તેમજ સૌરાષ્ટ ના ઝોન પ્રમુખ તરીકે યાસીન બાપુ રાજકોટ તથા ઉત્તર ગુજરાત ના ઝોન પ્રમુખ તરીકે ઇલિયાસ બાપુ સાઈ ધાનેરા (ફિઝા ગ્રુપ) તથા દક્ષિણ ગુજરાત ઝોન પ્રમુખ તરીકે ફિરોઝશા બિલ્ડર સુરત ની નિમણૂક કરવામાં આવી તેમજ અન્ય કારોબારી ટ્રસ્ટીઓ ની નિમણૂક કરવામાં આવી. ૨.સમાજમાં આગેવાનો ની તમામ મીટીંગો માં વારંવાર શિક્ષણ બાબતની જે ચર્ચા કરવામાં આવતી હતી તેના ભાગરૂપે હાજર તમામ આગેવાનો ની સર્વ સંમતી થી આણંદ મુકામે ગર્લ્સ હોસ્ટેલ શરૂ કરવા નક્કી કરવામાં આવ્યું સદર સંસ્થા અને સમાજના સંગઠન નો વ્યાપ વધારે હોઈ શૈક્ષણિક હેતુ માટે એક નવું ટ્રસ્ટ ની રચના કરવાનું નક્કી કરવામાં આવ્યું જેને મદાર એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ નામ સર્વ સમંતિ થી આપવામાં આવ્યું અને તેની રચના કરવા ખૂબ મોટા પ્રમાણમાં હાજર રહેલ આગેવાનો એ ફાળારુપી મદદ કરવા સ્વતંત્ર રીતે સમંતિ આપી અને ટ્રસ્ટ નું રજિસ્ટરેશન કરવા તમામ પ્રકારની વહીવટી કાર્ય કરવા એ.બી ફકીર સાહેબની નિમણૂક કરવામાં આવી. ૩.હાજર રહેલા તમામ આગેવાનો ની હાજરીમાં હાજી અમિતભાઈ દીવાન ને સર્વ સમંતિ થી સમાજના કન્વીનર તરીકે વિનંતી કરવામાં આવેલ જેને હાજી અમિતભાઈ દીવાને સધન ચર્ચા વિચારણા કર્યા બાદ કન્વીનર નું પદ સંભાળવા રાજી થયેલ હોઈ સર્વ સંમતી થી કન્વીનર તરીકે હાજી અમિતભાઈ દિવાનની નિમણૂક કરવામાં આવી. ૪.આજની મિટિંગ માં હાજર રહેલ તમામ આગેવાનોમાં એવો મુદ્દો ચર્ચવામાં આવ્યો કે ગુજરાત માં વસતા કોઈ પણ ફકીર સમાજની વ્યક્તિને સમાજ સેવા કરવામાં રસ હોઈ અને કોઈ હોદ્દો લેવા માગતા હોઈ તો કાર્યકારી પ્રમુખ શ્રી ઐયુબશા દિવાન આણંદ નો સંપર્ક કરવો તેમજ આપણો સમાજ તમામ વ્યક્તિ ઓ નો સમાજ છે અને કોઈ પણ આગેવાન ને સમાજના નાના માં નાના વ્યક્તિ સાથે પણ મન દુઃખ નથી દરેક વ્યક્તિ ને સમાજ હિતમાં યોગ્ય જગ્યા મા સમાવવા અમારી લીડરશીપ તૈયાર છે. તેવું એક અખબાર યાદી માં કાર્યકારી.પ્રમુખ.ઐયુબશા હાજીઅહેમદશા દીવાન.આણંદ એ જણાવ્યું છે ચિફ બ્યુરો સલીમ મુલ્લા સિક્કા