ધરમપુર તાલુકામાં ભારતીય જનતા પાર્ટી ધરમપુર વિધાનસભા દ્વારા દિવાળી તથા નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમોની શ્રેણી અંતર્ગત બે ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમો ધરમપુર વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ છોટુભાઈ પટેલ દ્વારા યોજવામાં આવ્યા હતા.
કાર્યક્રમ ૧ : જિલ્લા પંચાયત સીટ, આંબોસી ભવઠાણ
પિંડવળ સ્થિત સર્વોદય આશ્રમ શાળા ખાતે આંબોસી-ભવઠાણ જિલ્લા પંચાયત સીટનો દિવાળી તથા નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે પ્રદેશમાંથી નિયુક્ત વક્તા શ્રી ઝીણાભાઈ પવારે ભાજપના મૂલ્યો, સેવાભાવ અને સંગઠનની શક્તિ અંગે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં સ્વદેશી વિચારધારાની સુવાસ સમગ્ર પંથકમાં ફેલાવનાર સર્વોદય ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી પ્રકાશભાઈ, જિલ્લા પંચાયત સદસ્ય શ્રીમતી પ્રિયંકાબેન તથા શ્રી કાકડભાઈ, સર્વોદય ટ્રસ્ટના સંચાલક શ્રી સવજીભાઈ, તાલુકા ભાજપા પ્રમુખ શ્રી કેતનભાઈ વાઢું, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી પીયૂષભાઈ માહલા, તાલુકા પંચાયતના સદસ્યો, ગામના સરપંચો તથા અનેક સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ ૨ : જિલ્લા પંચાયત સીટ, બોપી
ધરમપુર તાલુકાના હથનબારી ગામના દૂધ ડેરી હોલ ખાતે બોપી જિલ્લા પંચાયત સીટનો દિવાળી તથા નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમ પણ ભવ્ય રીતે યોજાયો હતો. આ પ્રસંગે પ્રદેશ વક્તા તરીકે શ્રી ધનેશભાઈ ચૌધરીે ભાજપના વિચારો, જનસેવાના મૂલ્યો અને સંગઠનના ધ્યેય અંગે પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું. કાર્યક્રમમાં તાલુકા ભાજપા પ્રમુખ શ્રી કેતનભાઈ વાઢું, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી પીયૂષભાઈ માહલા, તાલુકા પંચાયતના સદસ્યો, ગામના સરપંચો, તેમજ અનેક સામાજિક આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા
બ્યુરો ચીફ બાલુભાઈ કે ગાંવિત વલસાડ











