*.*
આ કેસની વિગત એવી છે કે, આ કામના આરોપીઓએ પોતાનો આર્થિક લાભ મેળવવા સારૂ કુલ – ૩૦ બોટના માલિકોએ જુના ફીશીંગ બોટના રજીસ્ટ્રી સર્ટીફીકેટ (કોલ) ના હોય તેવી ફીશીંગ બોટો તથા એન્જીનના નવી ખરીદ કરેલના ખોટા બીલો મંગાવી બાદમાં તે ફીશીંગ બોટમાં સુધારા વધારા દર્શાવી ફીશરીઝ વિભાગની રિયલડ્રાફટ વેબસાઈટ ઉપર જામનગર ખાતે બોટનું લાયસન્સ મેળવેલ હોય જે અંગે જાણવા જોગ પરથી બેડી મરીન પોલીસ સ્ટેશનમાં આઈ.પી.સી. કલમ – ૧૨૦બી, ૪૬૫, ૪૬૭, ૪૭૧ મુજબની ફરિયાદ દાખલ થયેલ જે ફરિયાદની તપાસ દરમ્યાન કુલ – ૩૦ બોટના માલિકોએ બોટના ખોટા બીલો મંગાવેલ જેમાના ધણા આરોપીઓને પોલીસ દ્વારા ધરપકડ કરી જેલ હવાલે કરેલ હોય, જેથી હાલના આરોપી ઈકબાલ દાઉદ હુંદડાને પોલીસ દ્વારા ધરપકડ કરે તેવી દહેશત હોવાથી આરોપી ઈકબાલ હુંદડા દ્વારા આગોતરા જામીન મેળવવા પોતાના વકીલશ્રી મોહસીન કે. ગોરી નો સંપર્ક કરેલ.
આ કામે આરોપી ઈકબાલ હુંદડાના વકીલ દ્વારા નામદાર સેસન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરવામાં આવેલ અને જામીન અરજી દલીલ પર આવતા વિસ્તૃત વિગતવારની ધારદાર દલીલ કરવામાં આવેલ કે, હાલના આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવશે તો ધરપકડનો “દાગ’ લાગે તેમ હોય તેમજ આરોપી પ્રિટ્રાયલ પનિશમેન્ટ ગણાશે. જેવી દલીલ કરવામાં આવેલ તેમજ પ્રોસિકયુશન તરફે આરોપીને આગોતરા જામીન ઉપર મુકત ન કરવા દલીલ કરેલ જે તમામ દલીલ સાંભળ્યા બાદ નામદાર સેસન્સ કોર્ટે આરોપીના વકીલશ્રીની દલીલ ઘ્યાને લઈ આરોપીને આગોતરા જામીન ઉપર મુકત કરવાનો હુકમ કરેલ છે.
આરોપી ઈકબાલ દાઉદભાઈ હુંદડા તરફે યુવા ધારાશાસ્ત્રીશ્રી મોહસીન કે. ગોરી તથા જે.ટી. જાડેજા અને ટ્રેઈની દર્શન ગોસ્વામી રોકાયેલ હતા
ચિફ બ્યુરો સલીમ મુલ્લાં











