Read Time:2 Minute, 26 Second
તારીખ 12 ઓક્ટોબર 2025ના રોજ ગુજરાત વાડો કરાટે ચમ્પિયનશીપ-૨૦૨૫ સ્પર્ધાનું આયોજન વડોંદરા મુકામે થયું હતું, તેમાં રાજયના વિવિધ જિલ્લામાંથી મોટી સંખ્યામાં સ્પર્ધકોએ પાર્ટિસિપેટ કરેલ હતું. જેમાં અમરેલી જિલ્લા માંથી શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ વિદ્યાસભાના સ્કૂલના કરાટે ગેમના ખેલાડીઓએ ભાગ લઈ ઉત્કૃષ્ટ પ્રદર્શન સાથે સુવર્ણ,રજત અને કાંસ્ય પદક પ્રાપ્ત કર્યો હતો. સમગ્ર રાજ્યમાંથી ટેલન્ટેડ કરાટે ખેલાડીઓની વચ્ચે અમરેલી ટીમની આ સિદ્ધિ પ્રસંશાસ્પદ ગણાઈ રહી છે. જેમાં (૧) કરેણા ઉરવી (૨) ચોહાણ શ્રેયા (૩) પરમાર દેવરાજ –સુવર્ણ પદક મેળવેલ, (૧) જાદવ સારદા (૨)કરંગીયા બંશી (૩) ઝાલા મહેક (૪) સોલંકી વાંદાના (૫) સવાલિયા વૃષ્ટિ (૬) ગમારા હાર્દિક (૭)બારૈયા પરી - રજત પદક મેળવેલ, તેમજ (૧) પરમાર પહેક (૨) દવે દિશા (૩)ગોલાની ઉર્વીશા- કાંસ્ય પદક - કાંસ્ય પદક મેળવી સિધ્ધીઓ પ્રાપ્ત કરી શાળા અને અમરેલી જિલ્લાનું નામ રાજ્યકક્ષાએ રોશન કરેલ છે ત્યારે આ સિદ્ધિ સંસ્થાના ખેલ પ્રણાલી અને નિયમિત કઠિન પ્રશિક્ષણનું શ્રેષ્ઠ પરિણામ છે. કોચના માર્ગદર્શન અને ખેલાડીઓની અવિરત મહેનતના પરિણામે આ ગૌરવપૂર્ણ જીત મળી છે. ખેલાડીઓએ વિવિધ કેટેગરીઝમાં શ્રેષ્ઠ સ્કોર સાથે જીત મેળવી હતી.આ તકે સંસ્થાના પ્રમુખશ્રી વસંતભાઈ ગજેરા, મંત્રીશ્રી મનસુખભાઈ ધાનાણી, મંત્રીશ્રી ચતુરભાઈ ખૂંટ અને કેમ્પસ ડાયરેક્ટરશ્રી વસંતભાઈ પેથાણીએ કરાટે ખેલાડીઓ તેમજ કોચ વિકુશભાઈ ભેડાને અભિનંદન પાઠવ્યા હતા. તેમ વિદ્યાસભાની યાદી જણાવે છે...બ્યુરો ચીફ ઇલિયાસ કપાસી અમરેલી











