વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરતી જન કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતીપ્રદ પ્રદર્શન
સ્પર્ધાઓ, નાટ્ય પ્રસ્તુતિ, પ્રદર્શન સહિતના આકર્ષક કાર્યક્રમોનું આયોજન
ભારત સરકારનાં માહિતી અને પ્રસારણ મંત્રાલયનાં કેન્દ્રીય સંચાર બ્યુરો, જુનાગઢ દ્વારા ઈન્ટિગ્રેટેડ કમ્યુનિકેશન એન્ડ આઉટરીચ પ્રોગ્રામ હેઠળ વડિયા ખાતે શ્રી સુરગવાળા હાઇસ્કુલ તેમજ સરકારી આર્ટસ, કોમર્સ એન્ડ સાયન્સ કોલેજ કેમ્પસમાં મલ્ટીમીડિયા પ્રદર્શનનું આયોજન હાથ ધરાયું છે. આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત આયોજીત આ બે દિવસીય મલ્ટીમીડિયા પ્રદર્શનનું ઉદ્ઘાટન તાલુકા પંચાયત પ્રમુખ પરસોત્તમભાઈ હિરપરા ના હસ્તે વડીયા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મનીષભાઈ ઢોલરીયા તેમજ તાલુકાના પદાધિકારીઓ, અધિકારીઓ અને સામાજિક આગેવાનોની ની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું.
દેશના છેવાડાના માનવી સુધી સરકારની જન કલ્યાણકારી યોજનાઓની માહિતી પહોંચે અને નાનામાં નાનો વ્યક્તિ પણ સરકારની વિભિન્ન યોજનાઓનો લાભ લઈ શકે તેવા આશય સાથે વડિયામાં ભારત સરકારના માહિતી પ્રસારણ મંત્રાલય દ્વારા મલ્ટીમીડિયા પ્રદર્શનનું આયોજન એ ખરેખર સરાહનીય બાબત છે એવું જણાવતા તાલુકા પંચાયત પ્રમુખ પરસોત્તમભાઈએ પ્રદર્શનના આયોજનને બિરદાવ્યું હતું. વધુમાં પ્રમુખશ્રીએ જણાવ્યું કે સ્વદેશી ચીજ વસ્તુઓની ખરીદી તેમજ વ્યક્તિગત જીવનમાં સ્વદેશી ને પ્રાથમિકતા આપવી તે જ આત્મનિર્ભરતા તરફનું પહેલું પગલું છે અને તેના દ્વારા જ આપણે વિકસિત ભારતના નિર્માણમાં પણ સહભાગી બની શકીએ છીએ.
કેન્દ્રીય સંચાર બ્યુરો, જુનાગઢનાં અધિકારી દેવેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે વડિયા ખાતે આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત દેશના નાગરિકોનાં જીવન ધોરણમાં સુખદ બદલાવ લાવતી તેમજ રાષ્ટ્રભાવનાને ઉજાગર કરતી સિદ્ધિઓની ઝાંખી કરાવતા બે દિવસીય મલ્ટીમીડિયા પ્રદર્શનનું આયોજન હાથ ધરાયું છે. કાર્યક્રમ અંગે વધુ જાણકારી આપતા કહ્યું કે આ કાર્યક્રમ અંતર્ગત આજથી બે દિવસ સુધી ડિજિટલ આકર્ષણો, સ્પર્ધાઓ, સરકારી યોજનાઓની જાણકારી આપતા વિવિધ વિભાગોનાં સ્ટોલ્સ, યોજનાકિય જાણકારી આપતું સાહિત્ય, નાટ્ય પ્રસ્તુતિ તેમજ વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા આ મલ્ટીમીડિયા પ્રદર્શનમાં એક જ સ્થળેથી સરકારની વિભિન્ન યોજનાઓ અને અભિયાન અંગેની જાણકારી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.
કાર્યક્રમના ભાગરૂપે આઇસીડીએસ વિભાગ દ્વારા પૌષ્ટિક વાનગી નિદર્શન સાથે સંકલિત બાળ વિકાસ કેન્દ્રની પ્રવૃત્તિઓની માહિતી આપતા સ્ટોલનું નું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તેમજ તાલુકા પંચાયત, મિશન મંગલમ વિભાગ દ્વારા સ્વદેશી બનાવટની ચીજ વસ્તુઓના નિદર્શન સહ વેચાણ તેમજ માહિતીસભર સ્ટોલ્સ પણ લગાવવામાં આવ્યા. તાલુકા આરોગ્ય વિભાગ ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તોરી દ્વારાદ્વારા સરકારની આરોગ્યલક્ષી યોજનાઓની જાણકારી સાથે મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું.
રાષ્ટ્રીય અભિયાનોમાં જનભાગીદારી વધે તે માટેના પ્રયાસો હાથ ધરતા વિભિન્ન કાર્યક્રમ યોજાયા. જે અંતર્ગત સરકારી કોલેજ, વડીયામાં વકૃત્વ અને નિબંધ સ્પર્ધા, શ્રી સુરગવાળા હાઈસ્કૂલમાં નિબંધ સ્પર્ધા તેમજ શ્રી સદગુરુ પ્રાથમિક શાળામાં ચિત્ર સ્પર્ધાનું આયોજન હાથ ધરાયું હતું. આ પૂર્વ આયોજીત વિભિન્ન સ્પર્ધાના વિજેતાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
ઉદ્ઘાટન સમારોહમાં વડીયા કુકાવાવ પત્રકાર એકતા પરિષદના પ્રમુખ તેમજ બાર એસોસિએશનના પ્રમુખ ભીખુભાઈ વોરા, સંકલિત બાળ વિકાસ કેન્દ્રના સીડીપીઓ ડિમ્પલબેન સાપરિયા, મેડિકલ ઓફિસર ડો.તૃપ્તિબેન, મિશન મંગલમના ટીએલએમ સેજલબેન, શ્રી સુરગવાળા હાઇસ્કુલના આચાર્ય ડી ડી પાદરીયા તેમજ વડિયા તાલુકા અને ગ્રામ્યના પદાધિકારીઓ અને સામાજિક આગેવાનો અને સરકારના વિભિન્ન વિભાગના અધિકારીઓ તેમજ સરકારી આર્ટસ, કોમર્સ એન્ડ સાયન્સ કોલેજના પ્રોફેસર અનેહાઇસ્કુલના શિક્ષકો તેમજ વડિયાના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.
બ્યુરો ચીફ ઇલિયાસ કપાસી અમરેલી











