લીલીયા -વડિયા અને અમરેલી – હનુમાન ખીજડીયા નાઈટ બંને બસ ના રૂટ ટૂંકાવાયા
ભાજપ ના મુખ્ય પદાધિકારી ઓના ગામ માં જ એસટી બસસેવાની સુવિધાઓ ઘટી રહી છે.
વડિયા અમરેલી જિલ્લા ના છેવાડાના ગ્રામીણ તાલુકા મથક એવા વડિયા ને જોડતી ગ્રામીણ વિસ્તારના વિવિધ ગામડાઓ માંથી પસાર થતી સામાન્ય માણસ ની એસટી બસ વર્ષોથી વહેલી સવારે લીલીયા થી ઉપડી ને 11:00આસપાસ ખાખરીયા પહોંચી વાયા ખડખડ ચાલતી હતી.
અનેક મુસાફરો, વિદ્યાર્થીઓ આ બસ નો લાભ લેતા હતા પરંતુ એસટી વિભાગ ના અણઘડ વહીવટ ને કારણે ભાજપ પ્રેરિત વડિયા કુંકાવાવ તાલુકા પંચાયત ના પ્રમુખ પરષોત્તમ હિરપરા ના ગામને મળતી વર્ષો જૂની બસસેવા નુ રૂટ ટૂંકાવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અહીંના સ્થાનિક જગુત લોકોએ આ બાબતે અમરેલી ડેપો મેનેજર ને લેખિત રજુવાત કરી ફરી આ સુવિધાઓ શરુ કરવા અને ખડખડ ગામને એસટી વિભાગે કરેલો અન્યાય બંધ કરવા રજુવાત કરવામાં આવી છે. આ બાબતે મહત્વ ની વાત એ છે કે સમગ્ર તાલુકા ના વિકાસની જવાબદારી સંભાળતા ભાજપ શાસીત તાલુકા પંચાયત ના પ્રમુખ અને તાલુકા ભાજપ મહામંત્રી શૈલેષ ઠુંમ્મરના ગામની વગડિયો તરીકે જાણીતી અમરેલી -હનુમાન ખીજડીયા બસસેવા ને પણ અનિડા સુધી ટૂંકાવવા માં આવી છે. ત્યારે ભાજપ ના સમગ્ર તાલુકા ના મુખ્ય પદાધિકારીઓ ના ગામની જ બસસેવા બંધ કરવામાં આવતી હોય તો અન્ય ગામો ના વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકો માટે એસટી વિભાગ ની સેવા કેવી હશે તે લોકો સ્વાભાવિક મહેસુસ કરતા જ હશે.આ બાબતે એસટી વિભાગ જાગૃતતા દાખવી તુરંત જૂના રૂટ મુજબ ફરી બંને બસો શરુ કરે તેવી લોક માંગણી જોવા મળી રહી છે.
બ્યુરો ચીફ ઇલિયાસ કપાસી અમરેલી











