દર વર્ષ ની જેમ આ વર્ષ એ પણ સ્વપ્ન યુવા વિકાસ મંડળ દ્રારા જુનાગઢ ખાતે જુનાગઢના યુવાઓ માટે 15 મી ઓગસ્ટ (સ્વાતંત્રય દિન) ની ઉજવણી ના ભાગ રુપે દેશભકિત હિન્દી સોંગ કરાઓકે સિંગિંગ કોમ્પિટિશન નુ આયોજન કરવા મા આવ્યુ હતુ. જેમા 16 વર્ષ થી ઉપર ની ઉમર ના 46 થી વધુ લોકો ઓ એ વિના મુલ્યે ભાગ લીધો હતો.
મહિલા વિભાગમાં પ્રથમ ક્રમાંકે રશ્મી વ્યાસ, બીજા ક્રમાંકે કૃશાલી પંચાસરા, ત્રીજા ક્રમાંક એ ડિમ્પલ રાજપરા, પુરુષ વિભાગમાં પ્રથમ ક્રમાંકે સ્મિત ડણાક , બીજા કૈલાશ વાધેલા, ત્રીજા ક્રમાંકે જયંતીભાઈ ચૌહાણ, અને સિનિયર સીટીઝન વિભાગ માં પ્રથમ ક્રમાંકે અમરીશભાઈ આચાર્ય, બીજા ક્રમાંકે દિલીપ ભાઈ મારુ, ત્રીજા ક્રમાંક એ દર્શનાબેન ટીટા વિજેતા જાહેર થયા હતા.
નિર્ણાયક તરીકે પિયુષભાઇ દવે (સિંગર) ને ખુશાલીબેન બુચ (સિંગર) એ સેવા આપી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નિકુંજભાઇ ચોકસી (જય ભવાની જ્વેલર્સ), મનસુખભાઈ વાજા (સત્યમ સેવા યુવક મંડળ), સ્વ. લીનાબેન ભટ્ટ, પ્રદીપસિંહ ચુડાસમા (સિધ્ધ મ્યુઝિકલ કરાઓકે ગ્રુપ) અને અન્ય લોકોએ આર્થિક રીતે અને અન્ય રીતે સહયોગ આપ્યો હતો. તે બદલ સ્વપ્ન યુવા વિકાસ માટેના પ્રમુખ હર્ષદભાઈ વાજા એ બધાનો આભાર માન્યો હતો.
વિજેતાઓ ને સિલ્ડ અને સર્ટીફીકેટ આપી ને પ્રોત્સાહિત કરવા મા આવ્યા હતા અને સ્પર્ધા મા ભાગ લેનાર દરેક સ્પર્ધકોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.
આ પ્રકાર ની અલગ અલગ કોમ્પિટિશન મા ભાગ લેવા માટે કે વધુ માહિતી માટે અને આ પ્રકાર ના અન્ય કાર્યક્રમ મા જોડાવા માટે મોબાઇલ નમ્બર 7405740309 ઉપર વોટસઅપ મેસેજ કરી શકો છો અને સંસ્થા ના ફેસબુક Harshad M. Vaja, Dream.ydc અને ઇન્સટાગ્રામ પેજ Harshad_vaja04, swapna_ngo ઉપર થી પણ વધુ માહિતી મેળવી શકો છો.
રિપોટર:- અલ્ફેઝ જેઠવા વંથલી