રાજેશભાઈ ચાવડા(રાજાભાઈ) ભૂતકાળમાં વિજયભાઈ રૂપાણી, મોહનભાઇ કુંડારિયા, સાંસદ પરષોતમભાઈ રૂપાલા, વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, અરવિંદભાઇ રૈયાણી, ભાનુબેન બાબરીયા, દુર્લભજીભાઈ દેથરિયાને ચૂંટણી જિતાડવામાં મહેનત કરી હતી. ભાજપા દ્વારા જે પણ જવાબદારી આપવામાં આવી તે સફળતાપૂર્વક નિભાવી રહ્યા છે.
ગુજરાત સરકાર અને જિલ્લા ભાજપા દ્વારા રાજેષભાઈ ચાવડા (રાજાભાઈ) ની નોંધપાત્ર કામગીરીની નોધ લઈ ને તાજેતર માં જ ગુજરાત સરકાર દ્વારા આરોગ્ય વિભાગ, રાજકોટ સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજના રોગી કલ્યાણ સમિતિના સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવેલ છે. છેલ્લા ૧૦ વર્ષ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દર્દી જરૂરિયાત મુજબ સેવા આપી રહ્યા છે. દર્દીનું આયુષમાન કાર્ડ કાઢવામાં કોઈ પણ જાત ની તકલીફ પડતી રાજાભાઈ દર્દી સાથે જઈને કઢાવી આપે છે. રાજાભાઈ ચાવડા અનેક સામાજીક સંસ્થા સાથે જોડાયેલા છે. જેથી જાહેર જનતા માં રાજેશભાઈ ચાવડા (રાજાભાઈ) ૧૦૮ તરીકે ઓળખાય છે.
તેમના જન્મદિવસ નિમિતે રાજકોટ જિલ્લા ભાજપાના પૂર્વ પ્રમુખ નાગદાનભાઈ ચાવડા, રાજકોટ જિલ્લા ભાજપાના પ્રભારી ધવલભાઈ દવે, રાજકોટ જિલ્લા ભાજપાના પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયા, રાજકોટ જિલ્લા ભાજપાના મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા, રવિભાઈ માકડીયા, હરેશભાઈ હેરભા, રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભૂપતભાઈ બોદર, રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણી તથા સાંસદ પરષોતમભાઈ રૂપાલા, વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, પૂર્વ મંત્રી અરવિંદભાઇ રૈયાણી, પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા દ્વારા તેમના જન્મદિવસ નિમિતે માહિર કલમ ન્યૂઝ પરિવાર તરફ થી શુભકામના
રિપોર્ટર દેવ ટંકારીયા











