ટોપી…
હેડિંગ…
લોકમેળામાં ગુમ થયેલ બાળકોને માતા-પિતા સાથે મિલાવ્યા
પેટા….
ખોવાયેલ મોબાઇલ અને રોકડ ભરેલું પાકીટ પણ પરત કરાવ્યું
ધ્રોલ પોલીસની લોકકલ્યાણકારી કામગીરી સામે આવી છે. ધ્રોલ ભૂચરમોરી ખાતે યોજાયેલ લોકમેળામાં ગુમ થયેલ ચાર બાળકોને પોલીસ દ્વારા તેમની માતા-પિતા સાથે સુરક્ષિત રીતે મિલન કરાવાયું હતું. ઉપરાંત એક ગુમ થયેલ મોબાઇલ તથા રોકડ ભરેલું પાકીટ માલિકોને પરત અપાવવામાં આવ્યું હતું.
ધ્રોલ પીઆઈ એચ.વી. રાઠોડના માર્ગદર્શન હેઠળ મેળામાં સુચારી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. મેળામાં ચાર બાળકો પોતાના માતા-પિતાથી વિખુટા પડી ગયા હતા. પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બાળકો પોતાના નામ જણાવતા હતા. પરંતુ માતા-પિતાના નામ કે સરનામાની વિગતો આપી શકતા ન હોવાથી પરિવારને શોધવું મુશ્કેલ બન્યું હતું. તાત્કાલિક તપાસ શરૂ કરી, બાળકોના ફોટા અને વિગતો વોટ્સએપ ગ્રુપમાં મોકલવામાં આવી. બાળકોને સુરક્ષિત રાખી, નાસ્તો-જમવાનું આપી, પોલીસ વાનમાં બેસાડી મેળામાં તેમના માતા-પિતાને શોધવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. પોલીસની ત્વરિત કાર્યવાહીની અંતે ચારેય બાળકોને તેમના પરિવાર સાથે મિલાપ કરાવ્યો હતો.
આ ઉપરાંત UHC રાજેશભાઈ કે. મકવાણા અને UPC જગદીશભાઈ એચ. જોગરાણા દ્વારા રાજકોટના નટુભાઈ બચુભાઈ ચેખલીયાનો ગુમ થયેલ મોબાઇલ ફોન પરત અપાયો હતો. તેમજ લૈયારા ગામના સુરેશભાઈ અશ્વીનભાઈ દરગાણીનું રૂ. 7,500 રોકડ ભરેલું પાકીટ તથા જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે શોધી પરત આપવામાં આવ્યું હતું.
આ કામગીરીમાં પીઆઈ એચ.વી. રાઠોડ સાથે મહિલા કોન્સ્ટેબલ રીનાબેન માટીયા, રીનાબેન લૈયા, સંગીતાબેન બાલસરા, એએસઆઈ ધારાબેન ગાગીયા તેમજ ધ્રોલ પોલીસ સ્ટાફની મહત્વપૂર્ણ કામગીરી રહી હતી.
રિપોર્ટર લલીતભાઈ નિમાવત બાલંભા