ન્યૂઝીલેન્ડ ના P M ક્રિસ્ટોફર લકસન હાજર રહી રંજનાબેન પટેલની સેવાઓ ને બિરદાવી હતી
ભારતીય અને ગુજરાતી સમાજની દિકરી ને ન્યૂઝીલેન્ડ ની સરકાર દ્વારા ડેમ એવોર્ડ થી સન્માનિત થનારી ન્યૂઝીલેન્ડ ના ઈતિહાસ માં પ્રથમ વાર ગુજરાતી મહિલા ને ન્યૂઝીલેન્ડ સરકાર દ્વારા ડેમ એવોર્ડ દ્વારા બહુમાન એ સમગ્ર ભારતીય સમુદાય માટે ખૂબ જ ગૌવર પુણૅ સમય હશે
જ્યારે ન્યૂઝીલેન્ડ સરકાર દ્વારા રંજનાબેન કાન્તિભાઈ પટેલ ને ડેમ એવોર્ડ થી સન્માનિત કરવામાં
આવશે એ જાહેર કરાતાં ન્યૂઝીલેન્ડ ના ઓકલેન્ડ શહેરમાં આવેલ પાપા ટોયટોય વિસ્તારમાં આવેલ ઐતિહાસિક સ્વામિનારાયણ મંદિર ખાતે રંજનબેન પટેલ નો સત્કાર સમારંભ યોજાયો હતો જેમાં ખાસ ન્યૂઝીલેન્ડ ના વડાપ્રધાન ક્રિસ્ટોફર લકસન, પોલીસ કમિશનર રીચાર્ડ ચેમ્બર્સ,માકૅ મિશેલ, સેવાભાવી ડો, કાન્તિભાઈ પટેલ,રાકેશ પટેલ, આનંદ સત્યાનંદ,મીસિસ સેઠી,ડો,મદન શેઠી, સહિત ના મહાનુભાવો ઉપસ્થિત રહી સ્વામિનારાયણ મંદિર ખાતે ભગવાન સ્વામિનારાયણ ની પુજા અર્ચના અને મહાઆરતી કરવામાં આવી આતકે કાન્તિભાઈ પટેલ પરિવાર અને સ્નેહીજનો દ્વારા વડાપ્રધાન ક્રિસ્ટોફર લકસન નું પુષ્પગુચ્છ આપી આવકારવામા આવેલ બાદમાં રંજનાબેન પટેલ ની ન્યૂઝીલેન્ડ માં મહિલા ઓનાં વિકાસ માટે અને ઈસ્ટ તુમાકી હેલ્થ કેર નું નિર્માણ કરેલું તેમજ સીનીયર સીટીઝનો માટે ખાસ સ્વામિનારાયણ મંદિર ખાતે સત્સંગ સભા અને ઓકલેન્ડ શહેરમાં ગાંધી નિવાસમાં મહત્વનું યોગદાન આપ્યું છે તેમજ ઓકલેન્ડ શહેરમાં મહિલા સત્સંગ મંડળ દ્વારા લોક સેવાઓ સહિત ની વષોથી જુદી જુદી સેવાકીય પ્રવૃતિઓ કરવા બદલ ન્યૂઝીલેન્ડ સરકાર દ્વારા રંજનાબેન પટેલ ને આગામી દિવસોમાં ડેમ એવોર્ડ થી સન્માનિત કરાશે એ નીમીત્તે મહાનુભાવો અને મહિલા અગ્રણી સદગુણાબેન પટેલ, સુધાબેન રાઠોડ ,સોભાબેન સંગાણી, સુધાબેન મહેતા, ભારતીબેન ઠક્કર ,જયશ્રીબેન વ્યાસ, ચંપાબેન બાબરીયા, સહિત ના હાજર રહી રંજનબેન પટેલ ની સેવાકીય પ્રવૃતિઓ કરવા બદલ ખુબ ખુબ શુભેચ્છા આપેલ હતી આતકે ન્યૂઝીલેન્ડ ના વડાપ્રધાન ક્રિસ્ટોફર લકસન એ રંજનાબેન ની સેવાઓ ને બીરદાવી વધુ લોક ઉપયોગી કાર્ય કરવા જણાવ્યું હતું
રીપોર્ટર મતીન બાપુ સૈયદ ધોરાજી