કોડીનાર પોલીસ ટાઉન બીટ દ્વારા ૨૦૨૪-૨૦૨૫ વર્ષ દરમ્યાન કુલ ૧૪૦ મોબાઈલ ફોન શોધી કાઢી મુળ માલિકો ને પરત કર્યા
કોડીનાર PI શ્રી એન.આર.પટેલ તથા સેકન્ડ PI શ્રી એમ.કે.વણારકાની સુચના તેમજ PSI શ્રી એસ.એમ.દેવરે નાઓના માર્ગદર્શન હેઠળ કોડીનાર પો.સ્ટે. વિસ્તારમાં ખોવાયેલા કે, ગુમ થયેલા મોબાઇલ બાબતે કોડીનાર ટાઉન બીટના એ.એસ.આઇ. પ્રફુલભાઈ વાઢેર તથા પો.હેડ કોન્સ અરવિંદભાઈ જાની તથા હિંમતભાઇ ચાવડા તથા અભિજીતસિંહ જાડેજા તથા પો.કોન્સ. ભગવાનભાઈ જીણાભાઇ તથા ભીખુશા બચુશા તથા પો.કોન્સ.મીનાક્ષીબેન વાણવી તથા આઇ.ટી.એકસપર્ટ વિશાલભાઇ વાળા નાઓએ ટીમ વર્કથી CEIR પોર્ટલ તથા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી અરજદારશ્રીના ખોવાય ગયેલ કે,પડી ગયેલ કે, ગુમ થયેલ અલગ અલગ કંપનીઓના કિંમતી મોબાઇલ ફોન નંગ-૧૭ આશરે કિ.રૂ.૩,૧૨,૨૭૦/- ના શોધી કાઢી સદર મોબાઇલ ફોન જે તે સ્થિતીમાં પરત સોંપી આપી પ્રસંશનીય કામગીરી કરવામાં આવેલ છે. આમ સને-૨૦૨૪-૨૦૨૫ વર્ષ દરમ્યાન કોડીનાર ટાઉન બીટ દ્વારા મોબાઈલ ફોન કુલ-૧૪૦ કુ.કી.રૂ.૩૦,૦૬,૬૭૨/- શોધી કાઢેલ છે