મહિસાગર જિલ્લાના લુણાવાડા ગામ માં આવેલા મોડાસાફળી સુન્ની મુસ્લિમ સિપાઈ પંચ અને વાડીફળી સુન્ની મુસ્લિમ સિપાઈ પંચ લુણાવાડા ના આગેવાનો સાથે મળી ને જીલ્લા કલેકટર સાહેબ અને જીલ્લા પોલીસ અધિક્ષક સાહેબ અને લુણાવાડા પોલીસ ઇન્સ્પેક્ટર વળવી સાહેબ અને લુણાવાડા મામલતદાર સાહેબ ને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે ઈદે મિલાદ આગામી દિવસોમાં યોજાનાર જશ્ને ઈદેમિલાદુન્નબીનાં જુલુસમાં ડી.જે વગાડવા અને દારૂખાનું ફોડવા પર પ્રતિબંધ મુક્યો છે.આગામીજશ્ને મિલાદુન્નબીની ઉજવણી અંગે ચર્ચા વિચારણા કરી હતી. જેમાં ઈસ્લામે બતાવેલી રાહ અનુસાર શરીઅતે મુહમ્મદીયા અનુસાર જશ્ને ઈદે મિલાદુન્નબીની ઉજવણી થાય તે માટે ઈદે મિલાદુન્નબીનાં ઝુલુસમાં ડી.જે વગાડવા તેમજ દારૂખાનું ફોડવા પર પ્રતિબંધ મુક્યો હતો. કોઈ પણ વ્યકિત જુલુસમાં ડી.જે વગાડી શકશે નહીં. ફક્ત માઈક પર નાઅતે પાક પઢી શકાશે, તેમજ દારૂખાનું પણ ફોડી શકાશે નહી. ડી.જેનાં કારણે ઉચા ડેસીબલથી ઓડીયો વિસ્તરવાનાં કારણે નાના બાળકો તેમજ વૃધ્ધો માટે ખુબજ મુશ્કેલી થાય છે, હ્રદયનાં ધબકારા પણ વધી જતા હોય છે,તેમજ ઈદએ મિલાદનાં ઝુલુસનાં માર્ગ પર હોસ્પિટલો આવેલી છે, જ્યાં બિમાર દર્દીઓ સારવાર હેઠળ હોય છે, જેઓ પણ ડી.જેનાં ઉંચા અવાજથી પરેશાન થઈ શકે છે, જેથી ઈદે મિલાદુન્નબીનું પર્વ પ્રેમ અને ભાઈચારનો સંદેશ આપનાર હજરત મુહંમદ મુસ્તુફા સલ્લલાઓ અલયહે વસલ્લમનો છે જે આ દુનિયાં માં આવી હરામ કામો ને રોક્યા અને તૈયાર બાદ આ દુનીયા માં આવી ને સારા જીવન જીવવા ની રાહ બતાવી આજે તેહવાર મોહમદ સાહેબ જન્મ દિવસ ઉજવણી માટે છે આજુલુસ ને સાદગી પૂર્વક મનાવીશું બ્યુરો ચીફ પઠાણ ઈરફાન ખાન લુણાવાડા