રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબની સુચના તથા પોલીસ અધિક્ષક શ્રી વિજયસિંહ ગુર્જર સાહેબ રાજકોટ ગ્રામ્ય, રાજકોટ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જી.ઝાલા સાહેબ, ગોંડલ વિભાગ નાઓના તરફથી પ્રોહીબીશન-જુગારની ગેરકાયદેસર પ્રવૃતીઓ કરતા ઈસમો ઉપર નજર રાખી આવી प्रवृत्तिो ऽरता ६सो वि३६६ “Zero Tolerance to Prohibition & Gambling” o નીતિ મુજબ કામગીરી કરી આવી પ્રવૃતીઓ નેસ્ત-નાબુદ કરવા સુચના થયેલ હોય જે અન્વયે અમો ગોંડલ તાલુકા પોલીસ ઈન્સ્પેક્ટર એ.ડી.પરમાર ના માર્ગદર્શન મુજબ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગીરાહે, ચોક્કસ અને ભરોષાપાત્ર હકીકત મળેલ કે, ગોંડલ તાલુકાના ગુંદાસરા ગામની સીમમાં હીતેષભાઈ હરજીભાઈ મણવર, રહે-રાજકોટ વાળાના “પ્રીમીયર એન્ટરપ્રાઈઝ” નામના કારખાનામાં અમુક ઇસમો તીન પતીનો હારજીતનો નસીબ આધારીત જુગાર રમે છે. જેથી તુરંત જ હકિકત વાળી જગ્યાએ રેઈડ કરતા ફૂલ સાત ઇસમોને પકડી પાડી જુગારધારા અધિનીયમ મુજબ કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી:-
(૧) લલીતભાઇ ચંદુભાઇ કાનેરીયા, રહે.રાજકોટ, અંબીકા ટાઉનશીપ.
(૨) હીતેષભાઇ હરજીભાઇ મણવર, રહે. રાજકોટ, જગન્નાથ ચોક, વ્રજરત્ન એપાર્ટમેન્ટ.
(૩) રમેશભાઇ વલ્લભભાઇ મારડીયા, રહે. રાજકોટ, આત્મીય કોલેજની સામે, શ્યામલ કુટીર.
(૪) પ્રતિકભાઇ જ્યંતીભાઇ ભુત, રહે. રાજકોટ, અંબીકા ટાઉનશીપ.
(૫) જેમીનભાઇ માધવજીભાઇ ઘેટીયા, રહે. રાજકોટ, અંબીકા ટાઉનશીપ.
(૬) મનીષભાઇ દુર્લભજીભાઈ ચનીયારા, રહે. ગોંડલ, ગુંદાળા રોડ, શાંતીનગર.
(૭) દીલીપભાઇ પ્રાગજીભાઇ અસોદરીયા, રહે.રાજકોટ, પેડક રોડ, ગુજરાત સોસાયટી
કબ્જે કરેલ મુદામાલઃ-
> રોકડ રૂપિયા – ૨૦,૨૧,૦૦૦/-
> ગંજીપત્તાના પાના નંગ-૫૨ કિ.રૂ. ૦0/00
> મોબાઇલ ફોન નંગ-૮, જેની કુલ કિં.રૂા.૬,૮૫,૦૦૦/-
> ફોર વ્હીલ કાર નંગ-૦૩, મો.સ. નંગ-૧ જેની કુલ કિં.રૂ.૫૫,૭૦,૦૦૦/-
– મુદ્દામાલની કુલ કી.રૂ.૮૨,૭૬,૦૦૦/-
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીની વિગતઃ-
PI શ્રી એ.ડી.પરમાર સાહેબ
P.C. રણજીતભાઇ ધાધલ
++ PSI શ્રી આર.જે.જાડેજા
* P.C. મુકેશભાઈ મકવાણા
: PSI શ્રી આર.આર.સોલંકી
+ P.C. જયદિપભાઇ ધાધલ
ASI રૂપકભાઇ બોહરા
: P.C. ભગીરથભાઇ વાળા
* H.C. ધર્મેન્દ્રસિંહ જાડેજા
P.C. ભરતભાઇ ગમારા
H.C. અજયસિંહ ઝાલા
+ P.C. અરવીનભાઈ સાપરા
> P.C. રવિરાજસિંહ વાળા
* P.C. પૃથ્વિરાજસિંહ ડોડીયા
* P.C. જયદિપસિંહ રાણ
રિપોર્ટર મુસતાક બાલાપરીયા