ટુંક સમયમાં જ સફળતા ના શિખરો સર કરતી સંસ્થા હસ્નૈન એકેડેમી ધોરાજી ના હાફિઝ અને કારી થનાર વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ જામિયા ફાતિમતુઝ્ઝહરા ધોરાજી ના વિશાળ હોલ માં યોજાયો, જેમાં સર્વ પ્રથમ સંસ્થા ના વિદ્યાર્થી અબ્દુલ ગફૂર નકીબ ફકીરે પોતાની સૂમધૂર અવાજ માં કુર્આન શરીફ નું પઠન કર્યું, ત્યાર પછી સંસ્થા ના એક વિદ્યાર્થી ફઝ્લે અલી તૌફીક હુસૈન સૈયદ એ હમ્દ પઢી અને સાહિલ સલીમ ખોખર એ નાત શરીફ રજૂ કરી ત્યાર બાદ સંસ્થા ના એક શિક્ષક હઝરત કારી સલમાન સાહબ એ પોતાના આગવા અંદાજમાં નાત શરીફ રજૂ કરી હાજરજનો ને જુમાવી દિધા
પવિત્ર કિતાબ કુર્આન શરીફ કંઠસ્થ કરનાર વિદ્યાર્થી નો છેલ્લો સબક અને કિર્અત કોર્ષ ની કિતાબ નો છેલ્લો પાઠ મુખ્ય અતિથિ, માજી શિક્ષક હસ્નૈન એકેડેમી ધોરાજી હઝરત મૌલાના હાફિઝ વ કારી મુજસ્સમ અલીમી સાહબ દ્વારા કરાવવામાં આવ્યું
આ સમારોહ નો સફળ સંચાલન સંસ્થા ના શિક્ષક હઝરત કારી ઈમરાન સાહબે કર્યો, અબ્દુલ ગફૂર નકીબ ફકીરે સલાતો સલામ પઢયુ અને હઝરત મૌલાના સૈયદ શકીલ બાપુ એ દુઆ એ ખૈર કરી હતી, સંસ્થા ના પ્રિન્સીપાલ હઝરત મુફતી અનવર રઝા મિસ્બાહી સાહબે સંસ્થા નો ટુંક પરિચય અને આભાર વિધિ કરી સમારોહ સંપન્ન હોવાની જાહેરાત કરી
સમગ્ર કુર્આન કંઠસ્થ કરનાર વિદ્યાર્થી હાફિઝ અબ્દુલ કાદિર હાજી ઈમ્તિયાઝ પાનવાલા તેમજ કુર્આન વ્યાકરણ ની સાથે પઢવાનો કોર્ષ કરનાર વિદ્યાર્થીઓ (૧) કારી મુહમ્મદ તાહિર હાજી ઈમ્તિયાઝ પાનવાલા (૨) કારી સિબ્ગતુલ્લાહ હસન મુસન્ના સૈયદ (૩) કારી અલ્ફે ષાની અનીસ સંધી ને સર્વે હાજરજનો દ્વારા ફુલહાર કરી, શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું
રીપોર્ટર મતીન બાપુ સૈયદ ધોરાજી1