Mahir Kalam News

News Website

રવિવારે ડોમ્બિવલીમાં વિજ્ઞાન જાથાનો જનજાગૃતિ કાર્યક્રમ યોજાશે

રવિવારે ડોમ્બિવલીમાં વિજ્ઞાન જાથાનો જનજાગૃતિ કાર્યક્રમ યોજાશે
Views: 183
0 0

Read Time:3 Minute, 27 Second

કચ્છ બિદડા કડવા પાટીદાર લક્ષ્મીનારાયણ સનાતન સમાજ મુંબઈ ઉપક્રમે આયોજન.

બોરીવલી – ડોમ્બિવલીમાં અંધશ્રદ્ધા નિવારણનો જાથા કાર્યક્રમ આપશે.

ચમત્કારિક પ્રયોગોનું નિદર્શન કરી શીખડાવી દેવામાં આવશે.

જાથાનો ૧૦૦૬૪ મો લોકજાગૃતિ કાર્યક્રમ.

અમદાવાદઃ મુંબઈ કચ્છ બિદડા કડવા પાટીદાર લક્ષ્મીનારાયણ સનાતન સમાજ ઉપક્રમે એક દિવસીય વાર્ષિક મિલન કાર્યક્રમમાં વસવાટ કરતા પરિવારો માટે અંધશ્રદ્ધા નિવારણનો ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો લોકજાગૃતિ કાર્યક્રમ ડોમ્બિવલીમાં સમાજની વાડીના હોલમાં સપ્ટેમ્બર તા. ૭ મી રવિવારના બપોરે ૨ કલાકે અદ્દભુત આયોજન કરવામાં આવ્યું છે જેમાં જાથાના રાજય ચેરમેન એડવોકેટ જયંત પંડયા વૈજ્ઞાનિક સમજ આપી ધારદાર વકતવ્ય આપી પ્રયોગના વૈજ્ઞાનિક કારણો રજૂ કરશે.

આ પ્રસંગે બિદડા પાટીદાર સનાતન સમાજ મુંબઈના જયંતિભાઈ શિરવી, હિરાલાલ સેંઘાણી, રમેશભાઈ દડગા, ઈશ્વરભાઈ રામાણી, જયંતિભાઈ પારસીયા, પ્રવિણભાઈ સેંઘાણી, હિરાલાલ પોકાર, જીતેન્દ્રભાઈ છાભૈયા, હેમલતાબેન પારસીયા, જયોતિબેન છાભૈયા હાજરી આપી વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉદ્દઘાટનમાં ભાગ લેશે.

ચમત્કારિક પ્રયોગોમાં એકના ડબલ, હાથમાંથી કંકુ–ભસ્મ-લોહી નીકળવું, સંમોહન, કાનેથી ચિઠ્ઠી વાંચવી, ઉકળતા તેલમાંથી હાથેથી પુરી તળવી, એકના ડબલ, બોલતું તાવીજ, હઝરતમાં જવું, અગ્નિનું આપોઆપ પ્રગટવું, માથા ઉપર સગડી રાખવી, બેડી તુટવી, ધૂણવું–સવારી આવવાની ડિંડક લીલા વિગેરેનું નિદર્શન કરી શીખડાવી દેવામાં આવશે.

કચ્છી બિદડા પરિવારના ડોમ્બિવલી, અંધેરી, બોરીવલી, ગોરેગાંવ, ઘાટકોપર, વાલકેશ્વર, દહીંસર, માટુંગા આસપાસના પરિવારો મિલન સમારોહમાં હાજરી આપવાના છે.

દેશ-વિદેશના ખ્યાતનામ મિમીક્રી આર્ટીસ્ટ ઉમેશ રાવ, તુષાર રાવ વિશેષ પોતાની કલા, જાદુ સાથે પ્રયોગ નિદર્શનમાં ભાગ લેશે.

જાથાના સદસ્યો અંકલેશ ગોહિલ, રોમિત રાજદેવ,ગુલાબસિંહ ચૌહાણ, રવિ પરબતાણી, ભક્તિબેન રાજગોર, ભાનુબેન ગોહિલ, ભાવનાબેન વાઘેલા મુંબઈ ખાતે પ્રયોગમાં ભાગ લેવાના છે.

જાથાનો જનજાગૃતિ ૧૦૦૬૪-૬૫ બે કાર્યક્રમો માટે આયોજન છે. પોતાના ગામમાં કાર્યક્રમ યોજવા ઈચ્છુકોએ મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક સાધવો.

માન. તંત્રીશ્રી

આપશ્રીના અખબારમાં મેટર વિગતવાર પ્રગટ કરવા વિનંતી. ઈ-મેઈલમાં મેટર મોકલેલ છે જે વિદીત થાય.

ભારત જન વિજ્ઞાન જાથા મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯

રિપોર્ટર દામજીભાઈ વેકરીયા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *