ત્યારે મોહન નગર હુસેની ચોક થી મેઈન રોડ બસ સ્ટેન્ડ, કળવા ચોક , જુમ્મા મસ્જિદ જેવા જાહેર માર્ગો પરથી મોટા પ્રમાણમાં ઇદનું જુલશ કાઢવામાં આવે હતું
આ ઝુલુસ માં અનેક જાહેર જગ્યાઓ પર પ્રસાદી રૂપે જેમ કે કળવા ચોક મા ઇસ્કોન ગ્રુપ દ્રારા સરબત નુ આયોજન કરવામાં આવ્યુ હતુ ત્યારે મોટી પાનેલી એકતા દર્શાવી હતીં કોઈ પણ જાતના નાતજાત કે ભેદભાવ વગર સર્વે હિન્દૂ મુસ્લિમ લોકોને પ્રસાદી વિતરણ કરવામાં આવતી હતી
આ વર્ષે પણ મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ઘણા દિવસો અગાઉ તૈયારીઓ કરી બજારોમાં રંગ બેરંગી લાઈટોની સુંદર ગોઠવણી કરાઈ હતી અને તમામ મુસ્લિમ વિસ્તારના એરિયા માં રાતના રોશનીથી ઝળહળીત કરવામાં આવ્યું હતું અને સવારથી સર્વે મુસ્લિમ યુવાનો બુજુર્ગો અને બાળકો એકત્રિત થઈ મોટી સંખ્યામાં ઝુલુસ કાઢવામાં આવ્યું હતું જેમા મોટી પાનેલી મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહી શાંતિપૂર્ણ રીતે ઈદ ની ઉજવણી કરાઈ હતી હિન્દૂ સમાજ ના આગેવાનો મુસ્લિમ સમાજ ના આગેવાનો તેમજ હિન્દુ સમાજ ના આગેવાનો દ્રારા આ જુલુસ નુ કાળવા ચોક ખાતે સ્વાગત કરવામાં આવ્યુ હતું ત્યારે આ ખાતે મોહન બાપા ના પૂતળા ને મુસ્લિમ સમાજના ના આગેવાનો તેમજ પાનેલી ના તમામ સમાજ ના આગેવાનો દ્વારા ફુલ હાર થી સ્વાગત કરેલ હતું આ તકે ભાયાવદર પોલીસે p .i . તેમજ મોટી પાનેલી આઉટ પોસ્ટ ના જમાદાર .તેમજ હોમગાર્ડ ના જવાનો દ્વારા સાથ સહકાર આપી બંધોબસ્ત ગોઠવી શાંતિ અને ભાઈચારાથી ઇદની ઉજવણીમાં સાથ સહકાર આપ્યો હતો ત્યારે મુસ્લિમ સમાજના ના પ્રમુખ ઈસાક ભાઈ સોરા એ તમામ ગામ ના આગેવાનો નો ખૂબ ખૂબ આભાર માન્યો હતો..
બ્યુરો રીપોર્ટ .રીઝવાન જુણેજા