તારીખ 5 સપ્ટેમ્બર 2025ના રોજ ધી વિક્ટોરિયા ઈસ્લામી મદ્રેસા હાઈસ્કૂલ ખાતે ઈદે મિલાદુન્નબી નો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શાળાના વિદ્યાર્થી તથા વિદ્યાર્થીનીઓએ હમ્દ, નાત, મન્કબત, તકરીર તેમજ વિવિધ પ્રકારની ઈસ્લામી કૃતિઓ રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં પ્રોફેસર મોહમ્મદ અઝહરૂદ્દીન બાદી મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને ઈસ્લામી શિક્ષણ તથા જીવનમૂલ્યો અંગે માર્ગદર્શન આપ્યું અને નસીહત કરી હતી. પ્રોગ્રામ દરમિયાન મુસ્લિમ સમાજના આગેવાનો તથા શિક્ષિત વર્ગના લોકો પણ વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે શાળાના પ્રિન્સિપલ જનાબ મુઝફર ખાન સાહેબ દ્વારા અનુવાદ કરાયેલ ધાર્મિક પુસ્તક “આપણું ઈસ્લામ” નું વિમોચન મુફ્તી ઝકી રઝા સાહેબના હસ્તે કરવામાં આવ્યું હતું. સાથે સાથે શાળાના ટ્રસ્ટી જનાબ મુનાફભાઈ શિવાણીનું પુસ્તક “ઇકરા થી અત્યાર સુધી” તથા જનાબ શિફાનભાઈ શિવાણીનું પુસ્તક “કુન ફાયા કુન” નું પણ પ્રકાશન કરવામાં આવ્યું હતું આ પ્રસંગ એ મુસ્લિમ સમાજ ના લોકો બોહળી સંખ્યા માં હાજર રહ્યા હતા તેમજ પ્રોગ્રામના અંતે વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારના પ્રોત્સાહિત ઇનામો પણ આપવામાં આવ્યા
રિપોર્ટર:-અબ્દુલ રાવડા દ્વારા પોરબંદર