Read Time:1 Minute, 17 Second
પોરબંદરમાં જશ્ને ઇદેમીલાદુન્નબી સલ્લલ્લાહોઅલયહેવસલ્લમની પૂર્વ રાત્રી એ પોરબંદર કિર્તિ મંદિર પોલીસ સ્ટેશનના પી.આઈ.ચૌધરી સાહેબ અને તેમની ટીમના ઓથી સાહેબ અને સમગ્ર એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમનું સમગ્ર વિસ્તારમાં કાયદો વ્યવસ્થાની શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ પોરબંદર સમસ્ત ફકીર જમાતના પ્રમુખ ડાડાભાઈ જિંદા અને મોટી રાત્રિના ન્યાજ કમિટી ગ્રુપના મેમ્બરો દ્વારા અને વિવિધ ક્ષેત્રના હોદ્દેદારો દ્વારા સન્માન અને પુષ્પથી અભિવાદન કરવામાં આવેલ. ઈરફાનભાઇ રાવડા, અબ્દુલભાઈ રાવડા, હમ્માદ પુંજાણી,આરીફભાઈ મલેક, અબ્બાસભાઈ ગીરાચ, અબુભાઈ મતવા, કાદરભાઈ મલંગ, મુન્નાભાઈ, ઝાહિદભાઈ (છાયા), ફિરોજભાઈ રાઠોડ, અલ્તાફભાઈ જિંદા, ઝાહિદ ભાઈ રિક્ષાવાળા, વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર:-અબ્દુલ રાવડા દ્વારા પોરબંદર