Mahir Kalam News

News Website

સગીર સાથે દુષ્કર્મ તથા અપહરણના આરોપીની જામીન અરજી પરત ખેંચવાની ફરજ પાડતી ગુજરાત હાઈકોર્ટ

સગીર સાથે દુષ્કર્મ તથા અપહરણના આરોપીની જામીન અરજી પરત ખેંચવાની ફરજ પાડતી ગુજરાત હાઈકોર્ટ
Views: 34
0 0

Read Time:2 Minute, 27 Second

આ કેસની વિગત એવી છે કે, આ કામના ફરીયાદી દ્વારા ધ્રોલ પોલીસ સ્ટેશનમાં એ મતલબની ફરિયાદ નોંધાવેલ હતી કે, ફરીયાદીની સગીરવયની દિકરી ભોગબનનાર ઉ.વ. ૧૬ વર્ષ ૦૨ મહિના વાળીને તેના રહેણાંકના મકાનેથી આ કામના આરોપી બાબુ વાલાભાઈ જખાનીયા ફરીયાદીના વાલીપણામાંથી અપહરણ કરી લલચાવી ફોસલાવી ભગાડીને અલગ અલગ જગ્યાએ લઈ જઈ ભોગબનનાર સગીરવયની હોવાનું જાણતો હોવા છતાં તેની સાથે શરીર સંબંધ બાંધી બળાત્કાર કરેલ જેની સામે બી.એન.એસ. ની કલમ – ૧૩૭(૧), ૮૭, ૬૪(૨)(એમ) તથા જાતિય ગુન્હાઓ સામે બાળકોને રક્ષણ આપતા અધિનિયમ (પોકસો) ની કલમ – ૪, ૬ મુજબ ની એફ.આર.આર. થયેલ અને આરોપીની ઘરપકડ કરી જયુડીશ્યલ કસ્ટડીમાં મોકલેલ ત્યારબાદ તપાસ કરનાર પોલીસ અધિકારી દ્વારા નામદાર સ્પે. પોકસો કોર્ટમાં ચાર્જશીટ થયેલ અને ત્યારબાદ આરોપીએ જામીન ઉપર મુકત થવા માટે નામદાર પોકસો કોર્ટમાં અરજી કરતાં મુળ ફરીયાદી દ્વારા આરોપીના જામીન રદ કરવા વકીલશ્રી મોહસીન કે. ગોરી મારફત વાંધા રજૂ કરેલ જે તમામ રજુઆત ઘ્યાને લઈ જામનગરના સ્પે. પોકસો કોર્ટના જજ સાહેબે આરોપીની જામીન અરજી રદ કરેલ.
જામનગરની કોર્ટથી નારાજ થઈ આરોપીએ જામનગર ઉપર મુકત થવા નામદાર ગુજરાત હાઈકોર્ટ(વડી અદાલત) ના દ્વાર ખટખટાવી વડીઅદાલતમાં જામીન અરજી કરેલ ત્યાં પણ આરોપીની જામીન અરજી સામે મૂળ ફરીયાદી દ્વારા તેના વકીલ મારફત આરોપીની જામીન અરજી સામે વાંધા લીધેલ જેથી આરોપીને નામદાર ગુજરાત હાઈકોર્ટમાંથી જામીન અરજી પરત ખેંચવાની યાને વિથડ્રો કરવાની ફરજ પડેલ.
મૂળ ફરીયાદી તરફે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં વકીલશ્રી મોહસીન કે. ગોરી તથા ટી.બી. કારીયા રોકાયેલ હતા

ચિફ બ્યુરો સલીમ મુલ્લાં

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *