પ્રતિવર્ષ મુજબ આ વર્ષે પણ વી.જે. મદ્રેસા બોયઝ એન્ડ ગર્લ્સ હાઈસ્કૂલ તથા શેઠ હાજી અબ્દુલ્લા ઝવેરી ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ માં શિક્ષક દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.બોયઝ સ્કૂલના પ્રિન્સિપાલ ઇસ્માઇલ મુલતાની, ગર્લ્સ સ્કૂલના પ્રિન્સિપાલ અમૃતા મેડમ સહીત સ્ટાફ ના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ એ એક દિવસ માટે શિક્ષક ની ભૂમિકા નિભાવી હતી જેમાં શિક્ષક તરીકે શ્રેષ્ઠ ભૂમિકા નિભાવનાર વિજેતાઓ જાહેર કરવામાં આવ્યા હતા. વી.જે. મદ્રેસા બોયઝ હાઈસ્કૂલમાં ધો. 1 થી 5 માં પ્રથમ ચના અહસન અશફાક, બીજા ક્રમે શેરવાની યાસીન પરવેઝ અને ત્રીજા ક્રમે નીલકંઠ અબ્દુલ કાદિર ઉસ્માનગની વિજેતા બન્યા હતા, તેમજ ધો. 6 થી 10 માં પ્રથમ રાઠોડ અઝમત હુસૈન, બીજા ક્રમે પરમાર અઝીમ ઇકબાલ અને ત્રીજા ક્રમે શેઠા જુનૈદ નાસીરભાઈ વિજેતા થયા હતા. તેમજ ઈંગ્લીશ મીડીયમ માં ધો. 6 થી 8 માં પ્રથમ ગીગાની અરિઝ અલ્તાફહુસૈન, બીજા ક્રમે હમીરાની મેફુઝા મોં. હુસૈન અને ત્રીજા ક્રમે પઠાણ અબરાર મુહીબ વિજેતા થયા હતા અને ધો. 9 અને 10 માંથી પ્રથમ છાયા સાનિયા મોં. રફીક, બીજા ક્રમે અસફિયા કાસીમ અને ત્રીજા ક્રમે સુર્યા આફ્રિન ઇસ્માઇલ વિજેતા થયા હતા. તેવી જ રીતે ગર્લ્સ સ્કૂલ માં ધોરણ: ૧ થી ૪ માં પ્રથમ પઠાણ સાહેબા સાજીદ, બીજા સ્થાને બુખારી આમેના ઇરફાન ત્રીજા ક્રમે દુફાની અસ્મા મોહમ્મદહુસૈન ધોરણ: ૫થી ૭ માં પ્રથમ કુરેશી તમન્ના રહીમ બીજા નંબરે પાલખીવાલા અલમીરા જુનૈદ ત્રીજા સ્થાને દલ અસરા ઇમરાન ધોરણ: ૮થી ૧૦માં પ્રથમ શેરવાની કનીઝફાતેમા ઇબ્રાહિમ, બીજા ક્રમે બાદલાની સના નઝીર ત્રીજા ક્રમે કુરેશી આયશા અશરફ વિજેતા થઇ હતી. આ કાર્યક્રમમાં વી.જે. મદ્રેસાના ઓન. સેક્રેટરી ફારૂકભાઈ સુર્યા, તેમજ સાહીનબેન ફારૂકભાઈ સુર્યા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષક તરીકે ની ભૂમિકા નિભાવનાર તમામ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને ઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સંસ્થા નું 25 વર્ષ થી શ્રેષ્ઠ સંચાલન કરી શાળા ને પ્રગતિ પંથે લઈ જનાર ફારૂકભાઈ સૂર્ય એ આ પ્રસંગે વિધાર્થીઓ ને અભ્યાસ નહીં છોડવા અને કારકિર્દી નું શ્રેષ્ઠ ધડતર કરવા શાળા ના શિક્ષકો ને માન સન્માન આપી મર્યાદા જાળવી ઉચ્ચ કારકિર્દી બનાવી સમાજ અને દેશ માટે ગૌરવ પ્રાપ્ત કરવા આહવાન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, ભારતમાં શિક્ષક દિન દર વર્ષની પાંચમી સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે. આ દિવસ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ છે, જેને તેમની યાદમાં ભારતમાં શિક્ષક દિન તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે