૧૪ મી રાષ્ટ્રીય જુનીયર-સબ જુનીયર પેરા એથ્લેટીક્સ ચેમ્પીયનશીપ-૨૦૨૫ જામનગર જિલ્લાનું પ્રતિનિધીત્વ સાથે શ્રેષ્ઠ દેખાવ કરનાર મનોદિવ્યાંગ રમતવીર કુરેશી હમઝા તેમજ મનોદિવ્યાંગના જાગૃત-સેવાભાવી-વાલી-માતા શિતલબેન વડગામાનું સન્માન કરાયુ.
મુકત-સેવાભાવી પત્રકાર સંજયભાઈ જાની ના પ્રોત્સાહન સાથે સાગામી ૨૬ મી સપ્ટે-૨૦૨૫ના રોજ આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ,જામનગર ધ્વારા દિવ્યાંગ નવરાત્રિ મહોત્સવ-૨૦૨૫નું અનેરૂ આયોજન.
જામનગર તા.૭. અસ્થિવિષયક, શ્રવણમંદ, પ્રજ્ઞાચક્ષુ, મનોદિવ્યાંગ-સહિતના દિવ્યાંગ સમુદાયને સમાજની મુખ્યધારામાં સમાવેશ કરાવવાના સરકારશ્રીના અભિગમને આગળ ધપાવવા દિવ્યાંગ કલ્યાણલક્ષી વિવિધ યોજનાઓથી માહિતગાર કરવા તા.૦૭-૯ ને રવિવારના રોજ સાંજે ૪-૦૦થી ૬-૦૦કલોકે આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ,ખંભાળીયાનાકા બહાર,માથવરાય મંદિર પાસે, જામનગર ખાતે ભાજપ શહેર લઘુમતી મોરચાના પ્રમુખ ઉમરભાઈ બ્લોચ ના પ્રમુખ સ્થાને યોજાયેલ આ શિબીરમા મુખ્ય મહેમાન પદે જાગૃત સેવા ભાવી મનોદિવ્યાંગ વાલી શિતલબેન વડગામા, મકરાણી સમાજના સેવાભાવી મહિલા કાર્યકર સાહિનબેન બ્લોચ તેમજ દિવ્યાંગ ભાઈઓ-બહેનો-વાલીશ્રીઓ ઉત્સાહભેર ખાસ ઉપસ્થિત રહી સહભાગી થયેલ હતા.
ગત તા.૨૮ થી ૩૧-૦૮-૨૦૨૫ દમ્યાન અટલ બિહારી વાજપાઈ ટ્રેનીંગ સેન્ટર ફોર ધ ડિસેબીલીટી સ્પોર્ટસ, ગ્વાલીયર, મધ્યપ્રદેશ ખાતે ખાતે યોજાયેલ ૧૪મી રાષ્ટ્રીય જૂનીયર-સબ જૂનીયર પેરા એથ્લેટીકસ ચેમ્પિયનશીપ-૨૦૨૫ ગોળાફેંક તથા લાંબીકૂદ સ્પર્ધામાં શ્રેષ્ઠ દેખાવ કરનાર મનોદિવ્યાંગ રમતવીર કુરેશી હમઝા નું તેમજ અંત્યોદય યોજનાના રેશનકાર્ડ મેવવાની પાત્રતા ધરાવતા દિવ્યાંગો વંચિત રહેવા ન પામે તે માટે પાત્રતાના ધોરણો જિલ્લા પુરવઠા અધિકારીશ્રી જામનગર ની કચેરી ધ્વારા જાહેર કરાવવા પોતાના પુત્રની અરજીમાં સતત સંઘર્ષનો સામનો કરનાર મનોદિવ્યાંગના જાગૃત-સેવાભાવી-વાહી-માતા શિતલબેન વડગામાનું ઉપસ્થિત મહેમાનોના હસ્તે સન્માન કરવામાં આવેલ.
મુકત-સેવાભાવી પત્રકાર સંજયભાઈ જાની ના પ્રોત્સાહન સાથે આગામી તા.૨૬મી સપ્ટે-૨૦૨૫ના રોજ સાંજે ૫-૦૦થી૮-૦૦ દરમ્યાન એમ.પી.શાહ કોમર્સ કોલેજ ગ્રાઉન્ડ, જામનગર ખાતે આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ,જામનગર ધ્વારા યોજાનાર દિવ્યાંગ નવરાત્રિ મહોત્સવ-૨૦૨૫ ની ઉજવણી કરવા નિર્ણય લેવામાં આવેલ.
શિબીરમાં જામનગર જિલ્લાના દિવ્યાંગ સમુદાયના વિવિધ પ્રશ્નો-સમસ્યાઓના ઉકેલ સાથે દિવ્યાંગ સમુદાયને વિવિધ સ્તરે વિશેષતકો પ્રદાન કરવા-સમાજની મુખ્યધારામાં સમાવેશ કરવાના આગળ ધપાવવા ચર્ચા-ચિંતન-સાથે યોગ્ય સ્તરે નકકર દિશામાં પ્રયાસો-કાર્યો કરવા નિર્ણયો લેવામાં આવેલ.
દિવ્યાંગ મહિલા અધિકાર સમિતી-જામનગરના પ્રમુખ પ્રફુલ્લાબેન મંગે ધ્વારા શિબીરમાં આઈસ્ક્રીમની
વ્યવસ્થા પ્રદાન કરવામાં આવેલ.
ઉપરોકત શિબીરને સફળ બનાવવ પેરા સ્પોર્ટસ એસીસીએશનના કારોબારી સભ્ય રિયાબેન ચિતારા, અંજુમાબેન શેખ, કુલસુમબેન શેખ,શિવદાસભાઈ ગુજરીયા,રસિકહિ જાડેજા,દિવ્યાંગ મહિલા અધિકાર સમિતીના પ્રમુખ પ્રફુલ્લાબેન મંગે સહિતનાઓએ ખાસ જહેમત ઉઠાવેલ હોવાનું આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ,જામનગરની યાદીમાં જણાવાયુ છે.