પ્રેસનોટ તા.૧૦/૦૯/૨૦૨૫
શ્રી પોલીસ મહાનિરીક્ષક સાહેબ રાજકોટ વિભાગ રાજકોટ,શ્રી અશોકકુમાર સાહેબ (IPS) નાઓએ તથા જામનગર પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની સાહેબ (IPS) તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી,પ્રતિભા સાહેબ (IPS) જામનગર નાઓએ ટ્રાફિક ડ્રાઇવ દરમ્યાન જી.પી.એકટ- ૧૩૫(૧),એમ.વી.એકટ-૧૮૫,કાર મા બ્લેક ફિલ્મ,નંબર પ્લેટ વગર તથા ફ્રેન્સી નંબર પ્લેટ વાળા વાહન ચાલકો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સુચના કરેલ હોય,જેથી તા.૦૯/૦૯/૨૦૨૫ ના રોજ ’’ટ્રાફિક ડ્રાઇવ’’ દરમ્યાન નીચેની વિગતે પોલીસ ધ્વારા કામગીરી કરવામા આવેલ છે.
ટ્રાફિક ડ્રાઇવ કામગીરીઃ-
૧) હથિયાર બંધી જાહેર નામા ભંગના જી.પી.એકટ ૧૩૫(૧) ના હેઠળ કેસ—૧૬
રમોટર વ્હીકલ એકટ ૧૮૫ ના હેઠળ કેસ – ૦૯
૩) ફોરવ્હીલ વાહન મા બ્લેક ફિલ્મના કેસો-૬૭
૪) નંબર પ્લેટ વગરના વાહનના કેસ—૨૦૫
૫) ફ્રેન્સી નંબર પ્લેટ વાળા વાહનના કેસ -૫૧
આ કામગીરી મદદનીસ પોલીસ અધિક્ષક શ્રી લાલપુર વિભાગ,નાયબ પોલીસ અધિક્ષક, શહેર વિભાગ/ગ્રામ્ય વિભાગ ના સુપરવિઝન હેઠળ, તમામ થાણા અધિકારીશ્રી , પોલીસ ઇન્સપેકટર તથા ટ્રાફિક શાખા,એલ.સી.બી. તથા પોલીસ સ્ટેશન ના પો.સબ ઇન્સ તથા સ્ટાફ દ્રારા કાર્યવાહી કરવામા આવેલ છે.
પ્રતિ, તંત્રી શ્રી/પ્રતિનિધી શ્રી/બ્યુરો હેડ શ્રી/ ન્યુઝ રાઇટર શ્રી……………………………
આપના સુપ્રસિધ્ધ વર્તમાન પત્રમાં/ ન્યુઝ ચેનલ માં ઉપરોકત અખબારી યાદી વિનામુલ્યે પસિધ્ધ/ પ્રસારીત કરીને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં તથા વિશાળ જનહીતમાં તેમજ પોલીસ વિભાગની કાર્યવાહીથી લોકો વાકેફ થાય તે હેતુથી બહોળો પ્રચાર કરવા માટે મદદરૂપ થવા વિનંતી છે.
નકલ રવાના (જાણ માટે) ઃ- નોડલ ઓફીસર
પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજકોટ વિભાગ રાજકોટ. નાયબ પોલીસ અધિક્ષકશ્રી
મુખ્ય મથક જામનગર