કુકાવાવ આઉટ પોસ્ટ
→ પકડાયેલ આરોપીની વિગતઃ-ઘનશ્યામસવજીભાઈ દુધાત, ઉ.વ.૩૦, હાલ રહે.રાજકોટ,બસ સ્ટેન્ડ પાસે તા.જિ.રાજકોટ મુળ રહે. જંગવડ, તા.જસદણ, જિ.રાજકોટ. → કબ્જે કરેલ મુદ્દામાલની વિગતઃ-(૧) રોકડા રૂ.૫૯૦/- (૨) એક હીરો હોન્ડા કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ જેના રજી. નં.GJ 10 CJ 9345 કિ.રૂ.30,૦૦૦/- (3) એન્ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ – ૩ જેની કિ.રૂ. ૧૭,૦૦૦/-મળી કુલ કિ.રૂ.૪૭,૫૯૦/- નો મુદ્દામાલ.
અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. વી.એમ.કોલાદરા નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ મિલકત સબંધી આરોપીની સઘન તપાસ દરમ્યાન બાતમી હકિકત તેમજ ટેકનીકલ સોર્સ આધારે એક ઇસમને રોકડ રકમ, મોબાઈલ ફોન તથા મોટર સાયકલ સાથે પકડી પાડી, પકડાયેલ ઇસમની સઘન પુછ પરછ કરતા અલગ અલગ જગ્યાએ ૬ ચોરીઓની કબુલાત આપતા, વાહન તથા મંદીર સહિતના ૬ ચોરીના બનાવનો ભેદ ઉકેલવામાં એલ.સી.બી. ટીમને સફળતા મળેલ છે.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. વી.એમ.કોલાદરા તથા પો.સ.ઇ. કે.ડી.હડીયા તથા પો.સ.ઈ. એમ.ડી.ગોહિલ તથા પો.સ.ઈ. આર.એચ.રતન તથા એ.એસ.આઈ. હરેશસિંહ પરમાર તથા હેડ કોન્સ. આદિત્ય બાબરીયા, તુષાર પાંચાણી તથા પો.કોન્સ. રમેશ સીસારા દ્વારા કરવામાં આવેલ છે….
રિપોર્ટર અબ્દુલ કચરા અમરેલી