Mahir Kalam News

News Website

જામનગર માં શેર બજારમાં ટ્રેડીંગ દ્વારા ૧૦૦% નફાની લાલચ આપનાર ઠગની અટક

જામનગર માં શેર બજારમાં ટ્રેડીંગ દ્વારા ૧૦૦% નફાની લાલચ આપનાર ઠગની અટક
Views: 232
0 0

Read Time:2 Minute, 27 Second

રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા દ્વારકા પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાએ જીલ્લામાં બનતા સાયબર ફ્રોડ અંગેના ગુન્હાઓ અટકાવવા તેમજ ગુન્હા સાથે સંકળાયેલ આરોપીઓ શોધી કાઢવા સારૂ સુચના કરેલ.

​​​​​​​જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક વી.પી.માનસેતા, ખંભાળીયા વિભાગ, ખંભાળીયા નાઓના માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સપેક્ટર વી.કે. કોઠીયાનોએ જરૂરી સુચનો કરેલ અને સાયબર ફ્રોડના ગુન્હાઓના આરોપીઓની ટેકનીકલ સોર્સ અને હુમન સોર્સ આધારે શોધી કાઢવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.

જેના આધારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા વિવિધ દિશામાં પ્રયત્નો હાથ ધરવામાં આવેલ જેમાં મળેલ ટેકનીકલ માહીતી અને બાતમી હકીકત આધારે, સાયબર ક્રાઇમ પો.સ્ટેશન ખાતે ગુન્હો દાખલ થયો હતો જેમાં સોસિયલ મિડીયા પ્લેટફોર્મ ટેલીગ્રામ ઉપર દેવ ઇન્વીઝેબલ, મોહીત અગ્રવાલ સેબી, વીઆઇપી પેડ પ્રિમીયમ ગ્રુપ જેવી બેનામી ચેનલો બનાવી ૧૦૦% નફો મેળવી આપવાની લાલચ આપી શેર ટ્રેડીંગ તથા યુએસડીટીમાં ઇન્વેસ્ટ કરાવી ખોટા શેર ટેડીંગ બીલો મોકલી આપી વિશ્વાસમાં લઇ ૧,૪૨,૩૦૮ની છેતરપીંડી થયેલ હોય.

જે ગુનાઓનો ભેદ ઉકેલી ગુન્હાના મુખ્ય આરોપી તેજરામ ભરતલાલ મીણા રહે. શ્યામપુરા રાજસ્થાન રાજયના સવાઇ માધોપુર જીલ્લા ખાતેથી અટક કરી, આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

તેની પાસેથી ૧૫ હજારનો કિંમતનો મોબાઇલ કબ્જે કરવામાં આવ્યો હતો. ઉપરાંત એસપી દ્વારા બમણાં નાણાં કમાવાની લોભામણી જાહેરાત આપનારાથી સાવચેત રહેવા અને માન્યતા ધરાવતી એપ્લીકેશન ટ્રેડીંગ બ્રોકરનો સંપર્ક કરવો હિતાવહ છે.

બ્યુરો ચિફ:-સદામ શેખ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *