બોટાદ માં એક નાના બાળકને ઢોર માર મારતી પોલીસ બેફામ ગાંડી બની ચુકી છે
પંદર દિવસથી પોલીસ સ્ટેશન માં ઓને ઓન રાખી બાળક ને ગુપ્ત ભાગોમાં માર મારતા બાળક આઈ સી યુ માં
બનાવ ની વિગત એવી છે બોટાદ માં હરણ કુઇ પાસે રહેતા મખીયાણા આર્યન અલ્તાફભાઇ નામનો 17 વર્ષ ના યુવાન ને બોટાદ પોલીસ પંદર દિવસ થી ચોરી ના આરોપ નાખી ઘરે થી ઉપાડી ગયેલ અને પોલીસે ઓને ઓન રાખી બેફામ અને બરબર્તા પૂર્વક ઢોર મારી શરીર ના ગુપ્ત ભાગમાં પણ આ નિર્દોષ બાળક ને બોટાદ ની સાત આંઠ પોલીસ અંધાધુંધ માર મારી રહી હતી અને બાળક ની પરિસ્થિતિ ખરાબ થતા બાળક બેહોશ થઈ ગયા બાદ પેહલા બોટાદ માં સારવાર લઇ અને અતિ ગંભીર થતા અમદાવાદ પ્રાઇવેટ હોસ્પિટલ માં હાલ આઈ સી યુ માં દાખલ છે અને જિંદગી મોત ની વચ્ચે જોલા ખાઈ રહિયા ના સૂત્રો પાસેથી જાણકારી મળે છે
બોટાદ પોલીસ છે જલાદ છે કે શું?? તે સમજાતું નથી પોલીસ બાળક ને માર મારી પોતાનો જીવ ન ભરાતો હોય તેમ તેના મોટી ઉમર ના પપા અથવા દાદા ને પણ પોલીસ સ્ટેશન બોલાવી ઢોર માર મારે છે શું કાયદા નો અમલ લોકો એ જ કરવાનો છે?? અને કાયદા ના રક્ષક રાક્ષક બનેલા ને કાયદા માં મારી નાખવાની છૂટ આપી છે કે શું?? આ ઉડતા ગુજરાત માં કરોડો નો દારૂ ડ્રગ્સ પકડાય છે તે આવા નરાધમ હપ્તા ખોર પોલીસ કેમ પકડતી નથી
જયારે અભણ અને અબુધ રાજા હોય ત્યાં પ્રજા એ મરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી ગુજરાત માં સવિંધાન નું રાજ઼ નથી આ સરકારી બાબુઓ કાયદા નો ખુલ્લેઆમ ઉલાળીયો કરે છે
આ બાળક ને માર મારનાર પોલીસ ઉપર કોઈ કાનૂની કાર્યવાહી કે સજા આપવામાં નહિ આવે તો આગામી દિવસોમાં સમાજ ના લોકો ના છૂટકે ગાંધી ચીંધીયા માર્ગ અપનાવવો પડશે અને આવી ગુલામી લોકોને પસંદ નથી ભય ભૂખ અને ભ્રસ્ટાચાર ના નારા આપનારા આજે તેના આપેલા સૂત્ર નો ખુબ ભરપૂર ઉપયોગ કરી રહી છે અને ખાવા ખીચડી ના નોહતા તે આજે લાખો કરોડોમાં રમે છે લોકો સમાજ ની માંગ છે કે નરાધમ પોલીસ ને તાત્કાલિક પકડી પાડે અને બાળક ને ન્યાય મળે તેવી માંગ છે
રીપોર્ટર હારૂનભાઇ ઓઠા