ધરમપુરના ધારાસભ્યશ્રી અરવિંદભાઈ સી પટેલ ના જણાવ્યા મુજબ કેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે આયોજિત બ્લડ ડોનેશન કેમ એ માત્ર ઉજવણી નહીં પરંતુ માનવસેવા અને સંદેશ છે તેમણે કહ્યું કે આજે દાન કરેલું એ જ બોટલ બ્લડ આવતી કાલે આપણા જ સમાજના દર્દીઓ માતાઓ કે ઈમરજનસી પરિસ્થિતિમાં કામ આવશે
તેમજ વલસાડ જિલ્લામાં 5000 બોટલ બ્લડ એકત્ર કરવાનો લક્ષ્યાંક છે જેમાં ધરમપુર વિસ્તારમાં ઓછામાં ઓછા 500 બોટલ એકત્ર કરવાનો નિરાધાર છે તેમજ અરવિંદભાઈએ ફર્સ્ટ કર્યું કહ્યું કે લોકોના બ્લડ ડોનેશન અંગેનો ભ્રમ અને ડર દૂર કરવો જરૂરી છે કારણ કે ડોનેશન બાદ શરીરમાં નવું બ્લડ બને છે અને આરોગ્ય પર કોઈ પ્રતિ કુલ અસર થતી નથી
તેમ છતાં ધરમપુર નગરમાં દરવાજા પાસે હોલમાં બ્લડ કેમ્પમાં 276 જણાયે બ્લડ ડોનેટ આપ્યું હતું અને તેમને બધાને ઇનામ આપવામાં આવ્યું હતું . હેલ્મેટ બેગ જેવી ચીજ વસ્તુઓ દરેક ડોનેટને ઇનામો આપવામાં આવ્યું હતું તેમ જ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ધરમપુર મત વિસ્તારના ધારાસભ્ય અરવિંદભાઈ સી પટેલ તેમજ વલસાડ જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ હેમંતભાઈ કંસારા તેમજ ધરમપુર નગરપાલિકાના પ્રમુખ મન્ટુ મોદી તેમજ નગરપાલિકાના ઉપપ્રમુખ તેમજ ધરમપુર તાલુકાના દુરથી આવેલા સરપંચો જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ નગરપાલિકાના સભ્યશ્રીઓ તમામ મહા અનુભવો આગેવાનો તેમજ ભાઈઓ બહેનો ખૂબ જ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો
બ્યુરો ચીફ બાલુભાઈ કે ગાંવિત વલસાડ