રાજયના મંત્રી, સાંસદ, ધારાસભ્ય, મેયર સહિત આગેવાનો હાજરી આપશે.
૪૫ મા વર્ષે બેડા, ટીપ્પણી, દિવડા રાસ-ગરબા મુખ્ય આકર્ષણ.
રાજકોટ : ભારત જન વિજ્ઞાન જાથાના સહયોગથી જીવનનગર વિકાસ સમિતિ સંચાલિત જીવનનગર પ્રાચીન ગરબી મંડળમાં નવરાત્રિ મહોત્સવનો ભવ્ય પ્રારંભ થશે. ૪૫ મા વર્ષે ગરબીમાં રાજયના કેબીનેટ મંત્રી, સાંસદ, ધારાસભ્ય, મેયર સહિત આગેવાનો હાજરી આપનાર છે.
સમિતિના પ્રમુખ એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે રહીશોની એકતા અને ટીમ વર્કના કારણે ગરબી અવિરત ચાલુ રહી છે તે ગૌરવપ્રદ છે. રાજકોટ રૈયા રોડ ઉપર પ્રાચીન ગરબી નિહાળવા લોકો પોતાનું સૌભાગ્ય ગણે છે. બાળાઓ અવનવા રાસ-ગરબા રજૂ કરી પોતાનું કૌશલ્ય રજૂ કરશે.
મહોત્સવના સુનિતાબેન વ્યાસ, વિનોદરાય ભટ્ટ, પાર્થ ગોહેલ, નેહા મહેતાની સંયુક્ત યાદીમાં જણાવાયું છે. આ ગરબીમાં બેડા, દિવડા, ખંજરી, દાંડિયા, ટીપ્પણી રાસ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે. પરિવાર સાથે લોકો જોવા આવે છે. મહિલા મંડળના શોભનાબેન ભાણવડિયા, યોગિતાબેન જોબનપુત્રા, ભારતીબેન ગંગદેવ, હર્ષાબેન પંડયા, આશાબેન મજેઠીયા, સુનિતાબેન વ્યાસ, નેહાબેન મહેતા, જીગીશાબેન રાવલ, ભક્તિબેન ખખ્ખર, કિર્તિબેન કગથરા અને બાળાઓના વાલી સાથે સમન્વય કરી દરરોજ કલાત્મક ગરબા પીરસશે. સાઉન્ડ જયેશભાઈ લશ્કરી, અંકલેશ ગોહિલ, વિનુભાઈ ભટ્ટ, પાર્થ ગોહેલ, નવ દિવસ સુધી વ્યવસ્થા સંચાલન કરશે.
નવરાત્રિ મહોત્સવમાં રાજયના કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદ રામભાઈ મોકરિયા, પુરૂષોત્તમભાઈ રૂપાલા, ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહ, મેયર શ્રીમતિ નયનાબેન પેઢડીયા, ડે. મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટે. કમિટીના ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, દંડક મનીષભાઈ રાડીયા, શહેર ભા.જ.૫. પ્રમુખ ડૉ. માધવ દવે, નગર સેવકો વોર્ડના પ્રભારી, પ્રમુખ સહિત હોદ્દેદારો ખાસ હાજરી આપશે.
નવ દિવસ રાસ-ગરબા રજૂ કરશે તેમાં ‘એ’ ગ્રૂપની બાળાઓ : દેવાંગી ભીંડે, નિષ્ઠા દવે, જીયા ઠક્કર, અર્પિતા ડાંગર, આરાધ્યા ડાંગર, પ્રીશા પારેખ, તાની જોબનપુત્રા, કાવ્યા પરમાર, ખુશી પંડયા, પ્રતિક્ષા બાવરીયા, કૃતિકા ભટ્ટ, પ્રિયાંશી પાલા, તિર્થા ગંગદેવ, જીયા બોડિયા. ‘બી’ ગ્રૂપની બાળાઓ : પાર્થી ભાણવડીયા, સ્વરા પીઠડીયા, ત્રીસા ચૌહાણ, મનસ્વી અજાગીયા, રાજલ માટીયા, બંસી માટીયા, હવે ભાલોડિયા, નૈત્રી પરમાર, પૂર્વી મકવાણા, ધ્યાના દવે, રીયા બોળિયા, વ્યાના સાગર. ‘સી’ ગ્રૂપની બાળાઓ : શ્રીયા લશ્કરી, યશ્વી ડોલે, મિશા ચૌહાણ, ત્રિસા પરમાર, શ્રીયા પરમાર, હિર હરિહર, અંજલી પરમાર, આરના આશરા, આયુષી પરમાર, પ્રીયા બોળીયા, કરીમા સોનખર, સંતોષ સોનખર, વંશીકા મકવાણા, સ્તુતિ ઠાકર વિગેરે બાળાઓ ભાગ લેશે.
ફોટો તસ્વીર : બાળાઓની સમુહ તસ્વીર.
માન. તંત્રીશ્રી
આપશ્રીના સુપ્રિસદ્ધ અખબારમાં ફોટા સાથે મેટર પ્રગટ કરવા વિનંતી. ઈ-મેઈલમાં મેટર મોકલેલ છે જે વિદીત થાય.
જીવનનગર પ્રાચીન ગરબી મંડળ
રિપોર્ટર દામજીભાઈ વેકરીયા