નગર સેવકો, ભા.જ.૫. ના આગેવાનો હાજર રહ્યા.
પ્રથમ નોરતે બે હજાર લોકોએ બાળાઓના રાસ-ગરબા નિહાળ્યા.
મહાદેવધામ મહિલા મંડળ પ્રશંસાના હક્કદાર બન્યા.
રાજકોટ : ભારત જન વિજ્ઞાન જાથાના સહયોગથી જીવનનગર વિકાસ સમિતિ, નવરાત્રિ મહોત્સવ સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત મંડળ, મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે જીવનનગર પ્રાચીન ગરબીનો ભવ્ય પ્રારંભ થયો. નવરાત્રિ મહોત્સવના પ્રથમ નોરતે બે હજાર લોકોએ રાસ-ગરબા નિહાળી ભાવ-વિભોર થયા હતા. બાળાઓને રોકડ સાથે લાણી આપવામાં આવી હતી.
મહોત્સવ ખુલ્લું મુકી દિપ પ્રાગ્ટય કરતાં ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહે જણાવ્યું કે ૪૫ મા વર્ષે પ્રાચીન ગરબીનો પ્રારંભ કરાવવાનું સૌભાગ્ય મળ્યું તે બદલ આયોજકોનો આભાર માનું છું. ભારતીય પરંપરા કલા કૌશલ્યના દર્શન પ્રાચીન ગરબીમાં જોવા મળે છે. જયંત પંડયાના નેતૃત્વમાં મહોત્સવમાં ઉત્સાહ પ્રેરણા જોવા મળે છે. પ્રથમ નોરતે જનમેદની નિહાળી વિશેષ પ્રભાવિત થયા હતા.
વોર્ડ નં. ૧૦ ના નગર સેવકો નિરૂભા વાઘેલા, ટાઉન પ્લાનીંગ કમિટીના ચેરમેન ચેતનભાઈ સુરેજા, વોર્ડ પ્રભારી રઘુભાઈ ધોળકીયા, મહામંત્રી મનિષભાઈ ડેડકીયા, ભા.જ.૫. ના આગેવાનો દર્શિત જોષી, વિનોદરાય ભટ્ટ, પાર્થ ગોહેલ, મુકેશભાઈ પોપટે હાજરી આપી દિપ પ્રાગ્ટય સાથે બાળાઓને લાણી વિતરણ કર્યું હતું. રહીશોને મહોત્સવની શુભેચ્છા પાઠવી હતી.
સમિતિના પ્રમુખ એડવોકેટ જયંત પંડયાએ નવરાત્રિ મહોત્સવ નિમિત્તે રહીશોને શુભેચ્છા પાઠવી હતી. ત્રણ ગૃપની બાળાઓના રાસ-ગરબા નિહાળવા જીંદગીનો અવસર સાબિત થાય છે. સુનિતાબેન વ્યાસ, નેહાબેન મહેતા અને જીગિશાબેન રાવલના માર્ગદર્શનમાં બાળાઓએ અદભુત પ્રદર્શન કર્યું છે. પ્રાચીન ગરબીને અનેક એવોર્ડ મળ્યા છે તેમાં વાલીનો સિંહફાળો છે.
મહાદેવધામ મહિલા મંડળના શોભનાબેન ભાણવડિયા, આશાબેન મજેઠીયા, યોગિતાબેન જોબનપુત્રા, ભારતીબેન ગંગદેવ, હર્ષાબેન પંડયા, સુનિતાબેન વ્યાસ, નેહાબેન મહેતા, ભક્તિબેન ખખ્ખર, જીગીષાબેન રાવલ, કિર્તીબેન કગથરા, સમિતિના વિજયભાઈ જોબનપુત્રા, પાર્થ ગોહેલ, રોમિત રાજદેવ, અંકલેશ ગોહિલ, વિનોદરાય ભટ્ટ, અનંતભાઈ ગોહેલ, જયેશ લશ્કરી સહિત બાળાઓના વાલીઓની સંગઠન ભાવનાએ પ્રથમ નોરતે માનવ મહેરામણ ઉમટી પડી હતી.
ગરબીનું સંચાલન સુનિતાબેન વ્યાસ, નેહાબેન મહેતા, જીગીષા રાવલ, વિનુભાઈ ભટ્ટ, પાર્થ ગોહેલ સફળતાપૂર્વક કરે છે.
ફોટો તસ્વીરઃ જીવનનગરમાં ૪૫ માં વર્ષે પ્રાચીન ગરબી ખુલ્લું મુકતા ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહ, દિપ પ્રાગ્ટયમાં નગર સેવકો, મહિલા મંડળ રાસ-ગરબા કરતી બાળાઓ, ગૃપમાં નજરે પડે છે.
માન. તંત્રીશ્રી
આપશ્રીના સુપ્રિસદ્ધ અખબારમાં ફોટા સાથે મેટર પ્રગટ કરવા વિનંતી. ઈ-મેઈલમાં મેટર મોકલેલ છે જે વિદીત થાય.
જીવનનગર પ્રાચીન ગરબી મંડળ
રિપોર્ટર દામજીભાઈ વેકરીયા