રાસ-ગરબાની રમઝટ નિહાળતા કલારસિકો.
મહિલા મંડળની ઉત્કૃષ્ઠ કામગીરીની પ્રશંસા કરતું શહેર ભા.જ.૫.
રાજકોટ : ભારત જન વિજ્ઞાન જાથાના સહયોગથી જીવનનગર વિકાસ સમિતિ, નવરાત્રિ મહોત્સવ સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત મંડળ, મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે જીવનનગર પ્રાચીન ગરબીમાં બાળાઓના રાસ-ગરબા નિહાળી મુક્તપણે ભા.જ.૫. ના આગેવાનોએ પ્રશંસા કરી હતી. ભારતીય સંસ્કૃતિનો હાર્દ ગરબીમાં જોવા મળે છે. બાળાઓને લાણી વિતરણ કરવામાં આવ્યું હતું.
રાજકોટ મહાનગરપાલિકાના દંડક મનીષભાઈ રાડીયાએ દિપ પ્રાગ્ટય, લાણી વિતરણ કરતા જણાવ્યું કે આ ગરબીને ૪૫ મા વર્ષમાં પ્રવેશ આનંદ-ગૌરવની વાત છે. રહીશોની એકતાને વંદન કરું છું. ભારતીય સંસ્કૃતિ અને પ્રાચીન ગરબીના અંશો જોઈને આનંદ થાય છે. જયંત પંડયાને અભિનંદન પાઠવ્યા હતા.
શહેર ભા.જ.૫. અને વોર્ડ નં. ૧૦ ના પ્રમુખ જયેશભાઈ ચોવટીયા, પૂર્વ કોર્પોરેટર અશ્વિનભાઈ ભોરણીયા, મહામંત્રી મનીષભાઈ ડેડકિયા, મહામંત્રી અનિરૂદ્ધભાઈ મિયાત્રા, ઉપપ્રમુખ રત્નદિપસિંહ જાડેજા, હેમાંગભાઈ માકડીયા, મનિષભાઈ કોરાટ, શ્યામભાઈ કટ્ટા, દર્શિતભાઈ જોશી, શ્યામભાઈ ડાભી, કપીલભાઈ ગજજર, હર્ષદભાઈ જલુ, વિનોદરાય ભટ્ટ, પાર્થ ગોહેલ, મુકેશભાઈ ગોહેલ સહિત આગેવાનોએ હાજરી આપી દિપ પ્રાગ્ટય અને લાણી વિતરણમાં ભાગ લીધો હતો.
સમિતિના પ્રમુખ-એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે રહીશોની એકતા અને સંગઠન ભાવનાએ અવિરત ગરબીનું સાતત્ય જાળવી રાખ્યું છે. મહિલા મંડળની અવિરત કામગીરી અને બાળાઓની પ્રેકટીસે ગરબીને ચાર ચાંદ લગાવ્યા છે તે માટે મહિલા મંડળને અભિનંદન પાઠવ્યા હતા. મહોત્સવના સહવ્યવસ્થાપક સુનિતાબેન વ્યાસે મહેમાનોનું સ્વાગત કરી ગરબીનો પરિચય આપી આગામી તા.૫ ઓકટોબરે શહેરની ૧૦ પ્રાચીન ગરબીમાં આ ગરબીને સ્થાન મળ્યું છે તેની જાણકારી આપી હતી.
મહિલા મંડળના મુખ્ય વ્યવસ્થાપક નેહાબેન મહેતા, જીગીશાબેન રાવલ, ભારતીબેન ગંગદેવ, યોગિતાબેન જોબનપુત્રા, આશાબેન મજેઠીયા, શોભનાબેન ભાણવડિયા, ભકિતબેન ખખ્ખર, કિર્તીબેન કગથરા, હર્ષાબેન પંડયા, સુનિતાબેન વ્યાસ સહિત વાલી મંડળ બાળાઓના રાસ-ગરબાની વ્યવસ્થા સંભાળી રહ્યા છે.
સમિતિના અંકલેશ ગોહિલ, વિનુભાઈ ભટ્ટ, પાર્થ ગોહેલ, જયેશ લશ્કરી, અનંત ગોહેલ સહિત કાર્યકરો ગરબીનું સુશોભન કાર્ય સંભાળી રહેલ છે.
ફોટો તસ્વીર : જીવનનગર પ્રાચીન ગરબીમાં મહાનગરપાલિકાના દંડક મનિષભાઈ રાડીયા સહિત ભાજપના આગેવાનો દિપ પ્રાગ્ટય સાથે લાણી વિતરણ કરતાં નજરે પડે છે.
માન. તંત્રીશ્રી
આપશ્રીના સુપ્રિસદ્ધ અખબારમાં ફોટા સાથે મેટર પ્રગટ કરવા વિનંતી. ઈ-મેઈલમાં મેટર મોકલેલ છે જે વિદીત થાય.
જીવનનગર પ્રાચીન ગરબી મંડળ