વોર્ડ નં. ૧૦ બુથ નં. ૭૩ અને વિજ્ઞાન જાથા ઉપક્રમે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો.
નગરસેવકો, વોર્ડના હોદ્દેદારોએ હાજરી આપી.
જીવનનગર વિકાસ સમિતિના સદસ્યોએ હાજરી આપી.
રાજકોટ : મહાનગરપાલિકા વોર્ડ નં. ૧૦ ના બુથ નં. ૭૩, ભારત જન વિજ્ઞાન જાથા, જીવનનગર વિકાસ સમિતિ ઉપક્રમે પંડિત દીનદયાળ ઉપાધ્યાયના જન્મ દિન નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ્ય પ્રચારક અને જનસંઘના અગ્રગણી નેતાના કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા.
પુષ્પાંજલિ કાર્યક્રમમાં વોર્ડના નગરસેવક ટાઉન પ્લાનીંગના ચેરમેન ચેતનભાઈ સુરેજા, વોર્ડ પ્રભારી રઘુભાઈ ધોળકીયા, પ્રમુખ જયેશભાઈ ચોવટીયા, મહામંત્રી મનીષભાઈ ડેડકીયા, અનિરૂદ્ધભાઈ મિયાત્રા, હર્ષદભાઈ જલુ, કેતનભાઈ મકવાણા, વિપુલભાઈ પંડયા, ભાવેશભાઈ બુંદેલા, વિનોદરાય ભટ્ટ, પાર્થ ગોહેલ, જાથાના ચેરમેન જયંત પંડ્યા, વનીલાબેન માલવી, સુનિતાબેન વ્યાસ, હર્ષાબેન પંડયા, ભારતીબેન ગંગદંવ, શોભનાબેન ભાણવડિયા, ભક્તિબેન ખખ્ખર, ભદ્રાબેન ગોહેલ, દક્ષાબેન પાઠક, કિર્તીબેન કગથરા, આશાબેન મજેઠીયા સહિત રહીશોએ હાજરી આપી હતી.
જાથાના ચેરમેન-એડવોકેટ જયંત પંડયાએ પુષ્પાંજલિ અર્પણ કરતાં વ્યક્તિ વિશેષ દિનદયાળ ઉપાધ્યાયનાં માતા-પિતાનું અવસાન ખૂબ નાની વયે થવાથી તેમનો ઉછેર મોસાળમાં થયો હતો. તેઓ અભ્યાસમાં ખૂબ જ તેજસ્વી હોવાથી ઘણા બધા પારિતોષિક અને શિષ્યવૃત્તિ મેળવી શકયા હતા. તેમણે કોલેજ શિક્ષણ કાનપુરમાં લીધું હતું. તેમનામાં શિક્ષક બનવાની સંપૂર્ણ લાયકાત હોવા છતાં તેઓ ૧૯૪૨ માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાયા હતા. શરૂઆતમાં સંઘની કાવિધિની તાલીમ પ્રાપ્ત કર્યા બાદ સંઘના પૂર્ણકાલીન કાર્યકર થયા અને તેના પ્રમુખ પ્રચારક પણ બન્યા હતા.
તેઓ એકાત્મ માનવવાદના હિમાયતી હતા. તેમણે વિકેન્દ્રિત અને સ્વાવલંબી આર્થિક નીતિની ભલામણ કરી હતી. આ આર્થિક નીતિઓમાં આપણી જરૂરિયાત મુજબ આધુનિક ટેકનોલોજીનો સ્વીકાર કરવાનો મત તેઓ ધરાવતા હતા. ગ્રામીણ ભારતના વિકાસ સંદર્ભે તેમનો દ્રષ્ટિકોણ રચનાત્મક હતો. અપ્રતિમ સફળતાને વરેલું ૧૯૬૭નું પક્ષનું કાલિકટ અધિવેશન તેમની દૂરંદેશી અને રાજકીય નેતૃત્વશક્તિનું દ્યોતક હતું. દીનદયાળ ઉપાધ્યાય પાસેથી ‘સમ્રાટ ચંદ્રગુપ્ત’ અને ‘જગદગુરૂ શંકરાચાર્ય’ તેમજ તેમના ચિંતનના પરિપાક રૂપે ‘ધ ટુ પ્લાન્ટસ-પ્રોમિસિસ એન્ડ પ્રોસ્પેકટ્સ’ જેવા ગ્રંથો મળે છે.
બુથના મુખ્ય કાર્યકર કેતન મકવાણા, ભાવેશ બુંદેલા, વિપુલ પંડયા, વિનુભાઈ ભટ્ટે પુષ્પાંજલિની વ્યવસ્થા અને આયોજન કર્યું હતું.
ફોટો તસ્વીર : પુષ્પાંજલિ અર્પણ કરતાં ભાજપના આગેવાનો અને સમિતિના સદસ્યો નજરે પડે છે.
માન. તંત્રીશ્રી
આપશ્રીના અખબારમાં ફોટા સાથે મેટર વિગતવાર પ્રગટ કરવા વિનંતી. ઈ-મેઈલમાં મેટર મોકલેલ છે જે વિદીત થાય.
ભારત જન વિજ્ઞાન જાથા મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯