જ્યારે એક બાજુ સરકાર મોંઘી દરે વીજળી વેચે છે ત્યારે બીજી બાજુ નિયમિત અને પૂરતી વીજળી પૂરું પાડવામાં નિષ્ફળ ગઈ છે. જનતા નિયમિત રીતે બિલ ચૂકવે છે છતાં પણ યોગ્ય રીતે પાવર સપ્લાય ન આપવો એ અણઆવડત અને બેદરકારીનું પરિણામ છે.
શહેરની હાલત એટલી નાજુક બની ગઈ છે કે—
અવારનવાર થતા વીજ કાપને કારણે વિદ્યાર્થીઓ અભ્યાસમાં મુશ્કેલી અનુભવી રહ્યા છે.
નાના ઉદ્યોગો અને દુકાનદારોને ઉત્પાદનમાં ખોટ તથા આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે.
ઘરેલુ ઉપકરણો વારંવાર બગડી જતાં સામાન્ય નાગરિકો પર વધારાનો આર્થિક ભાર આવી રહ્યો છે.
ગરમીના દિવસોમાં તો વૃદ્ધો અને બાળકોને ખાસ કરીને ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે.
આ મુદ્દે આજે આમ આદમી પાર્ટીના અમરેલી જિલ્લા પ્રમુખ શ્રી નિકુંજભાઈ સાવલિયા દ્વારા પીજીવીસીએલ અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે કે,
જનતાની આ હેરાનગતિ તાત્કાલિક બંધ કરવામાં આવે.
અવારનવાર થતા વીજ કાપ પર કાબુ મેળવવામાં આવે.
નિયમિત બિલ વસૂલાત પ્રમાણે જનતાને સતત અને ગુણવત્તાયુક્ત વીજળી સપ્લાય આપવામાં આવે.
જો આવનારા દિવસોમાં પણ વીજળી કાપની સમસ્યા યથાવત રહેશે તો આમ આદમી પાર્ટી તીવ્ર આંદોલન કરવા મજબૂર બનશે.