ગરબે એને એકી સાથે ૧૧૦૦ ભૂલકાઓને ગરબે રમતા નિહાળવા એક લ્હાવો છે
આ ગરબી માં દરેક ધર્મ જાતિનાં ભૂલકાઓને નિશુલ્ક પ્રવેશ અપાઈ છે
સમગ્ર સૌરાષ્ટ્રમાં ખાસ ભૂલકાંઓ માટે ભૂલકાં ગરબી ની શરૂઆત કરનાર બજરંગ ગ્રૂપ ખાડિયા ધોરાજી દ્રારા આ વર્ષે પણ ભૂલકાં ગરબીનું સુંદર આયોજન કરવામાં આવ્યુ છે.
છેલ્લાં ૨૨ વર્ષથી પ્રતિવર્ષ દરેક ધર્મ અને જાતિનાં ભૂલકાઓને નિશુલ્ક પ્રવેશ અપાઈ છે. અને ભેટ સોગાત અને લહાણી પણ આપવામા આવે છે.
ધોરાજી ખરાવાડ પ્લોટ ખાતે બજરંગ ગ્રુપ ખાડિયા ના પ્રમુખ સી. સી.ભાઈ અંટાળા એ જણાવેલ કે ૨૨ વર્ષ પહેલાં માત્ર ભૂલકાંઓ માટે ખાસ નવરાત્રી ઇવેન્ટ શરુ કરવામા આવી હતી. પ્રતિવર્ષ ૧૧૦૦ દીકરા, દીકરીઓ કોઇપણ જાતના ધર્મ જાતિનાં ભેદભાવ વિના એકી સાથે ગરબા રમે છે. મિત્રો અને દાતાઓના સહયોગથી તમામ ભૂલકાઓને લહાણી આપવામા આવે છે. ટ્રેડિશનલ ડ્રેસ કોડ પહેરીને ૧૧૦૦ ભૂલકાઓને એકી સાથે રમતા નિહાળવા લ્હાવો હોઈ છે.
પ્રવેશ માટેના પાસ નિશુલ્ક આપવામા આવે છે. કોઇ પ્રકારની ફી લેવામા આવતી નથી.
નવરાત્રીની વ્યવ્સ્થા માટે સીસીભાઈ અંટાળા દ્વારા હરિલાલ અંટાળા પ્રિન્સભાઈ પીપુભા સુરેશભાઈ વૈષ્ણવ ભાઈ જનકભાઈ કિશોરભાઈ કપુપરા સહિતના કાર્યકરો સુંદર આયોજન ગોઠવવામાં આવે છે સાથો સાથ ભૂલકાં ગરબી સીસી કેમેરા થી સજ્જ કરવામાં આવે
રીપોર્ટર મતીન બાપુ સૈયદ ધોરાજી