પ્રાચીન ગરબીનો વારસો બાળાઓના કૌશલ્ય પ્રદર્શન…. પૂર્વ શહેર ઉપપ્રમુખ. ગરબી નિહાળવા માનવ મેદનીની અનોખી વ્યવસ્થા…. મહિલા મંડળ
રાજકોટ : ભારત જન વિજ્ઞાન જાથાના સહયોગથી જીવનનગર વિકાસ સમિતિ, નવરાત્રિ મહોત્સવ સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત મંડળ, મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે જીવનનગર પ્રાચીન ગરબી નિહાળવા માનવ મેદની ઉમટી પડતા વિશેષ વ્યવસ્થા આયોજકોએ કરવી પડી હતી. વિજ્ઞાન સંસ્કૃતિ આધ્યાત્મિકનો સમન્વય ગરબીની બાળાઓમાં જોવા મળે છે. અવનવા રાસ-ગરબા નિહાળવા સહપરિવાર લોકો હાજરી આપે છે.
રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ પ્રવિણાબેન રંગાણીએ દિપ પ્રાગ્ટય કરી લાણી વિતરણ કરતા જણાવ્યું કે જીવનનગર સમિતિના કાર્યોમાં હાજરી આપવી અમારું ગૌરવ સમજીએ છીએ. પ્રાચીન ગરબીમાં બાળાઓના રાસ-ગરબા મંત્રમુગ્ધ કરે છે. સમિતિને અભિનંદન પાઠવ્યા હતા.
શહેર ભા.જ.૫. ના પૂર્વ ઉપપ્રમુખ પરેશભાઈ હુંબલે પ્રાચીન ગરબી ભારતીય સંસ્કૃતિ છે. જીવનનગર સાથે વર્ષોથી નાતો છે. હાજરી આપવી ગમે છે. બાળાઓને લાણી વિતરણ કર્યું હતું.
દિપ પ્રાગ્ટય લાણી વિતરણમાં જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, શહેર ભા.જ.પ. પૂર્વ ઉપપ્રમુખ પરેશભાઈ હુંબલ, કિશાન મોરચાના પિયુષભાઈ રાજપરા, ડૉ. તેજસ ચોકસી, ડૉ. દિપ્તીબેન ચોકસી, વર્ષાબેન ભટ્ટ, વિનોદરાય ભટ્ટ, પાર્થ ગોહેલ, કમલેશભાઈ પાઠક, મુકેશભાઈ પોપટ, હસુભાઈ મોડેસરા, કેતનભાઈ પરમાર, પ્રશાંત પરમાર, આગેવાનોએ હાજરી આપી રાસ-ગરબા નિહાળ્યા હતા.
સમિતિના પ્રમુખ–એડવોકેટ જયંત પંડયાએ મહેમાનોનું સ્વાગત કરી ૪૫ મા વર્ષે પ્રાચીન ગરબીએ અનેરું સ્થાન રાજયમાં લીધું છે તેના કારણમાં રહીશોની એકતા, બાળાઓના વાલીનું સંગઠન જવાબદાર છે. આગેવાનોનો આભાર માન્યો હતો. મહિલા મંડળના મુખ્ય વ્યવસ્થાપક નેહાબેન મહેતા, જીગીશાબેન રાવલ, ભારતીબેન ગંગદેવ, યોગિતાબેન જોબનપુત્રા, આશાબેન મજેઠીયા, શોભનાબેન ભાણવડિયા, ભક્તિબેન ખખ્ખર, કિર્તીબેન કગથરા, હર્ષાબેન પંડયા, સુનિતાબેન વ્યાસ સહિત વાલી મંડળ બાળાઓના રાસ-ગરબાની હરિફાઈમાં વિજેતા બાળાઓને ઈનામ આપ્યા હતા.
સમિતિના અંકલેશ ગોહિલ, વિનુભાઈ ભટ્ટ, પાર્થ ગોહેલ, જયેશ લશ્કરી, અનંત ગોહેલ સહિત કાર્યકરો ગરબીનું સુશોભન કાર્ય સંભાળી વ્યવસ્થામાં ભાગ લીધો હતો.
ફોટો તસ્વીર ઃ જીવનનગર પ્રાચીન ગરબીમાં રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ પ્રવિણાબેન રંગાણી દિપ પ્રાગ્ટય કરી લાણી વિતરણ કરતાં આગેવાનો નજરે પડે છે.
માન. તંત્રીશ્રી
આપશ્રીના સુપ્રિસદ્ધ અખબારમાં ફોટા સાથે મેટર પ્રગટ કરવા વિનંતી. ઈ-મેઈલમાં મેટર મોકલેલ છે જે વિદીત થાય.
જીવનનગર પ્રાચીન ગરબી મંડળ