ગામના આરોપીઓ છેલ્લા 4 મહિના થી દીકરી ગમે ત્યાં જય તો તેનો પીછો કરતો. અને ખરાબ શબ્દો બોલી તેની સાથે ખોટી માગણીઓ કરતો. તે દીકરી ને ધોરણ 9 મા કડી મા એડમિશન લીધેલ ત્યાં પણ આરોપી તેનો પીછો કરતો એ વાત ની જાણ દીકરીએ તેના મમ્મી પપ્પા ને ઘરે આવી ને વાત કરી સગીરા ના મમ્મી પપ્પા આરોપી ઘરે ગયા અને તેના માબાપ ને વાત કરી અને દીકરી બાબતે ઠપકો આપેલ. છતાં આરોપી ને કોઈ જાત ની અસર થયેલ નહિ. અને તારીખ.15/7/25 ના રોજ દીકરી રીક્ષા મા બેસી કડી સ્કૂલે પહોંચી અને આરોપી ઠાકોર સફેદ ગાડી લઈને સગીરા નો પીછો કરતો કરતો આવ્યો. દીકરી શાળા ના ગેટે ઉતરી અને તરતજ આરોપી ઠાકોર આવીને જબ્બર જસ્તી હાથ પકડી ગાડી મા બેસાડી ગાડીના દરવાજા લોક મારી સગીરા ને ધમકી આપી કે તારે મારી સાથે લગ્ન કરવાના છે હું તને પ્રેમ કરું છું તેમ કહી અલગ અલગ જગ્યા એ લઈ ગયેલ અને તેની શરીર સાથે અડપલા કરી આબરૂ લેવા ના ઈરાદા થી તેની ઉપર હુમલો કરેલ અને કહ્યું કે તુ આ વાત ની જાણ કોઈ ને કરીશ. તો તને અને તારા ભાઈ ને મારી નાખીશ. એ પછી દીકરી ડરીને શાળા એ જવાનુ બંધ કરી ઘરની ચાર દિવારો મા ચુપચાપ બેસીરહેતી.આ વાત ની જાણ દીકરીએ તેના મમ્મી પપ્પા ને કરી ફરીવાર તેવો તેના માબાપ કહેતા. તારીખ.20/9/25 ના દિવસે આરોપીઓ ઠાકોરો આવેશ સાથે ઘરે આવી ગાળો બોલી દીકરી ની મા ને લાફા મારી જાન થી મારી નાખવા ની ધમકીઓ આપી. તે બાબત ની જાણ નવસર્જન ના કાર્યકર ભરતભાઈ અને શાંતાબેન ને કરતા કડી પોલીસ સ્ટેશન આરોપીઓ વિરુદ્ધ bns કલમ.75(2).78(2). 137(2).87.115(2).352.351(2).54.પોક્સો એક્ટ ની કલમ.7.8.11(4).11(6).12. અને એટ્રો. કલમ 3(1)ર.3(1)s.3(2)(5 એ )3(1)વાઇફે મુજબ ની ફરિયાદ. ભોગબાનાનાર અને પરિવાર ની સાથે રહી તેબનાવ બાબત ની ફરિયાદ કડી પોલીસ સ્ટેશન મા આપી.ત્યાર બાદ sc st મહેસાણા dysp કંસારા સાહેબ ગામ ઉપર આવ્યા તેમની સાથે રહી પરિવાર અને ભોગ બનનાર નું નિવેદન મહિલા પોલીસ અને ngo ના મહિલા કાર્યકર ની હાજરી મા લીધું.તે પછીજ્યાં પણ બનાવ બન્યો તે જગ્યા નું પંચનામું કયુઁ. આ કેશ ના આરોપીઓ ની ધરપકડ થઇ ગયેલ છે હાલ તેવો જેલ મા છે આવા નરાધમો અસામાજિક તત્ત્વ આરોપીઓ ના દીધે દીકરીઓ ના ભવિષ્ય બગડે છે. તો આવા પીડિતો ના ન્યાય માટે નવસર્જન તમામ કાનૂન મદદ કરશે. પીડિતા નું ભવિષ્ય ના બગડે એટલે તે ભણે તે માટે તૈયાર કરેલ છે.નવસર્જન ટ્રસ્ટ મહેસાણા
રિપોર્ટર દામજીભાઈ વેકરીયા