જામનગર ના માર્ગદર્શન હેઠળ અને આઇ.સી.ડી.એસ વિભાગ જોડિયા ના સહયોગથી આયુષ્માન આરોગ્ય મંદિર મેઘપર
તા. જોડિયા દ્વારા પોષણ માસ 2025 ની ઉજવણી અંતર્ગત સ્વસ્થ નારી સશક્ત ભારત થીમ અન્વયે આજ રોજ તા 01/10/25 ના રોજ પેટા આરોગ્ય કેન્દ્ર, જસાપર ખાતે મહિલાઓ તથા કિશોરીઓ માટે નિદાન અને સારવાર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યુ..
જેમાં દર્દીઓનું નિદાન કરીને આયુર્વેદ પદ્ધતિથી સારવાર આપેલ.
💠 ગ્રામજનોને ઉકાળા વિતરણ તથા સ્વસ્થવૃત્ત અને પોષક ધાન્યો, મિલેટ્સની પત્રિકાનુ વિતરણ કરવામાં આવ્યું.
💠ગર્ભિણી તથા પ્રસૂતા મહિલાઓને કુપોષણ નિવારવા તથા સ્વસ્થ જીવનશૈલી અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યુ.
💠 સગર્ભા બહેનો, ધાત્રી માતાઓ, કિશોરીઓ ની તપાસ કરી પોષણક્ષમ ઔષધ આપવામાં આવી.
આ નિદાન કેમ્પમાં શ્રી કિશોરભાઈ મઢવી, તાલુકા ભાજપ પૂર્વમહામંત્રી એ હાજર રહી ઉપસ્થિત બહેનોને પોષણમાં આયુર્વેદ અપનાવવા માટે સૂચન કર્યા હતા.
નિદાન કેમ્પ લાભાર્થી: 48
ઉકાળા લાભાર્થી : 82
સ્વસ્થવૃત લાભાર્થી 82