આ વર્ષે સ્વચ્છ ભારત મિશનના ૧૧ વર્ષેની ઉજવણીના ભાગરૂપે “સ્વચ્છતા હી સેવા-ર૦રપ”ને “સ્વચ્છોત્સવ” તરીકે ઉજવવામાં આવે છે,
જેના ભાગરૂપે આજરોજ ટાઉન હોલ ખાતે તેમજ ચાંદી બજાર માં મહાત્મા ગાંધીજી ને સૂતરની આંટી પહેરાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી તેમજ અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવેલ.
જેમાં ટાઉન હોલથી રણમલ તળાવ સુધી સ્વચ્છતા રેલી કરવામાં આવી તેમજ રણમલ તળાવ ખાતે સ્વચ્છતા અંગેના નાટક, સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા
તેમજ સ્વચ્છતા શપથ લેવામાં આવ્યા સાથે સાથે શ્રેષ્ઠ સફાઈ કર્મચારીઓ ને સન્માનિત કરવામાં આવ્યા. શહેરના તમામ વોર્ડ વિસ્તાર માં સ્વચ્છતા માટે શ્રમદાન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમ માન. ધારાસભ્યશ્રી રીવાબા જાડેજા,દિવ્યેશભાઈ અકબરી, મેયરશ્રી વિનોદભાઈ ખીમસૂરિયા ડે. મેયરશ્રી ક્રિષ્નાબેન સોઢા,ચેરમેનશ્રી નિલેશભાઈ કગથરા,માન. કમિશ્નરશ્રી ડી. એન. મોદી, ડે. કમિશ્નરશ્રી. દેવેન્દ્રસિંહ ઝાલા , નોડલ ઓફિસરશ્રી રાયજાદા સાહેબ આસી. કમિશ્નરશ્રી(વ) મુકેશભાઈ વરણવા, આસી. કમિશ્નરશ્રી(ટેક્ષ) જીજ્ઞેશભાઈ નિર્મળ, માન. શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, માન. શાસક પક્ષ નેતા માન. આશીશભાઈ જોષી, તેમજ મ્યુ. સભ્યશ્રીઓ, નાયબ કાર્યપાલક ઈજનેરશ્રીઓ તથા બહોળી સંખ્યામાં કર્મચારીઓ, સ્થાનિક લોકો તેમજ એન.જી.ઓ., વેપારી એસોસિએશન,વેગેરે કાર્યક્રમમાં જોડાયા