નગરપાલિકા ધારી સંચાલિત શ્રી જી.એન.દામાણી મ્યુનિસિપલ હાઈસ્કૂલ દ્વારા વન્યપ્રાણી સપ્તાહની અનોખી રીતે ઉજવણી આંબરડી સફારી પાર્ક ખાતે કરવામાં આવી હતી. શાળાના આચાર્યશ્રી માનસિંહ બારડ અને શાળાના એન.એસ.એસ અને એન.સી.સી ના વિદ્યાર્થીઓ પર્યાવરણ જાગૃતિના સંદેશ સાથે સાયકલ યાત્રા દ્વારા આંબરડી સફારી પાર્ક ખાતે એકદિવસીય શિબિરમાં જોડાયા હતા. સૌ પ્રથમ પાર્કમાં પ્રસ્થાન કરી રજીસ્ટ્રેશન કરાવી ફોટો એક્ઝિબિશન ગેલેરીમાં ભાગ પર્યાવરણ જતન અંગેની શપથ લેવડાવી.જેમાં પર્યાવરણવિદ અજીતભાઈ ભટ્ટ દ્વારા યોજવામાં આવેલ બાયોડાયવર્સિટી ના સુંદર મજાના વિવિધ ફોટો પ્રદર્શન માં આર.એફ.ઓ શ્રી પટેલ સાહેબ, શ્રી ધાધલભાઈ અને એમની ટીમ દ્વારા વિધાર્થીઓને જૈવ વિવિધતા અને પર્યાવરણ ક્ષેત્રે માર્ગદર્શિત કર્યા. ત્યારબાદ સફારી કરાવવામાં આવી જેમાં હરણ,ચિંકારા અને સિંહ દર્શનનો અદભૂત લાભ લીધો. એશિયાટિક લાયન ને જોઈને વિદ્યાર્થીઓ આનંદીત થયા. ગાર્ડ ટ્રેકર કમ ડ્રાઈવર શ્રી ફિરોઝભાઈનું જંગલ સજીવ સૃષ્ટિનું નોલેજ ખૂબ સારું હોય વિદ્યાર્થીઓને ખૂબ મજા આવી. ત્યારબાદ લેસર શો, સ્લાઇડ શો ગેલેરી અને ઇન્ટરપ્રીટેશન દ્વારા સૂક્ષ્મ સજીવ થી માંડી ગીરની અદ્ભુત સજીવ સૃષ્ટિ વિષે તલસ્પર્શી માહિતી મેળવી. એક અનેરો ઉત્સાહ અને ગીર પૂર્વ વન વિભાગના ફોરેસ્ટ અધિકારીશ્રીઓની સમજાવવાની શૈલી દ્વારા ખૂબ સારું એવું જ્ઞાન અર્જિત કરી “પીપલ ફોર પ્લેનેટ” થીમ ને ચરિતાર્થ કરવા “ગીર જ માતા…. ગીર જ દાતા” સૂત્રને સાર્થક કરવા આહવાન કર્યું.આ શિબિર પ્રારંભથી હાઇસ્કુલના પ્રિન્સિપાલ શ્રી માનસિંહ બારડ વિદ્યાર્થીઓ સાથે શાળાથી પાર્ક અને રિટર્ન ધારી સુંધી સાયકલ યાત્રામાં જોડાય વિદ્યાર્થીઓમાં ઉર્જા પૂરી પાડી. શાળાના એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર શ્રી એન.બી.જોટવા,શ્રી જયેશભાઈ વીરાણી અને શ્રી બી. એમ.ચાવડા પણ આ શિબિરમાં સાથે જોડાયને વિદ્યાર્થીઓમાં ઉત્સાહ પ્રેરિત કર્યો.આમ એક દિવસીય શિબિરમાં વિદ્યાર્થીઓ સાયકલ પ્રવાસ,ફોટો એક્ઝિબિશન,સફારી સિંહ દર્શન, સ્લાઇડ શો, ઇન્ટરપ્રીટેશન દ્વારા જૈવ-વિવિધતા અને પર્યાવરણ અંગે જાણકારી મેળવી પ્રકૃતિને બચાવવા નિસર્ગના શરણે અનુભવ દ્વારા શિક્ષણ પ્રાપ્ત કર્યું.આ તકે ધારી નગરપાલિકા વહીવટદારશ્રી અને ટીમ તેમજ શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.
રિપોર્ટર હુસેનભાઈ સંઘાર ધારી