Read Time:2 Minute, 21 Second
ગીર ગઢડા પોલીસ સ્ટેશન ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી એન મોઢવાડીયા સાહેબ ની સુચના તેમજ માર્ગદર્શન મુજબ હરમડિયા આઉટ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ એ એસ આઈ ધીરેન્દ્ર સિંહ સિધવ તથા પોલીસ કોન્સ્ટેબલ યશપાલસિંહ ડોડીયા તથા પોલીસ કોન્સ્ટેબલ અમીતભાઈ મોરી તથા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગ મા હતા તે દરમિયાન એ એસ આઈ ધીરેન્દ્ર સિંહ સિધવ તથા પોલીસ કોન્સ્ટેબલ અમીતભાઈ મોરી ના ઓને મળેલ સંયુક્ત બાતમી રાહે હકીકત મળેલ કે નામદાર ફેમિલી કોર્ટ ઉના દેવડા સાહેબ ની કોર્ટ ઉના સંજા વોરંટ ના આરોપી કેતન ભાઈ કેસુભાઈ સિગડ રહેવાસી હરમડિયા વાળાને નામદાર ઉના કોર્ટ દ્વારા ભરણ પોષણ ના સંજા વોરંટ ના કામે 507દિવસ ની સાદી કેદ નો આખરી હુકમ મળેલ તથા નંબર બે ઉના દેવડા સાહેબ ની કોર્ટ ના કામના સંજા વોરંટ ના આરોપી ગોવિંદ ભાઈ ભગવાન ભાઈ ચોહાણ સોનપરા વાળાને નામદાર ઉના કોર્ટ દ્વારા ભરણ પોષણ ના સજા વોરંટ ના કામે 143દિવસ ની સાદી કેદ ની સજા આખરી હુકમ થયેલ હોય ઉપરોક્ત આરોપી પોતાના રહેણાંક ના મકાન મા હાજર હોય સજા વોરંટ ના આરોપી ને પકડી લઈ જુનાગઢ જિલ્લા સેન્ટ્રલ જેલ હવાલે મોકલી આપેલ કામગીરી કરનાર અધીકારી તેમજ કર્મચારી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી એન મોઢવાડીયા સાહેબ તથા એ એસ આઈ શ્રી ધીરેન્દ્ર સિંહ સિધવ તથા પોલીસ કોન્સ્ટેબલ યશપાલસિંહ ડોડીયા તથા પોલીસ કોન્સ્ટેબલ અમીતભાઈ મોરી એ કામગીરી કરેલ
જિલ્લા બ્યુરો ચીફ બ્લોચ દોસ્ત મહંમદ
હરમડિયા