જામનગર સીટી સી ડીવી. પો.સ્ટે. પાર્ટ સી.ગુન્સ.રજી.નં.૧૧૨૦૨૦૦૨૨૫૧૩૩૪/૨૦૨૫ પ્રોહી કલમ ૬પ એ,ઈ.૧૧૬(બી) વિગેરે મુજબના ગુન્હાના કામનો નાસતો ફરતો આરોપી મોહીત ઉર્ફે ઉકેડી કિશોરભાઈ આંબલીયા ઉ.વ.૨૪ રહે.યાદવનગર શેરી નં.૦૨ જામનગર વાળાની તપાસ કરતા દેવભુમી દ્વારકા જીલ્લાના જામખંભાળીયા શહેરમાં જામનગર હાઇવે રોડ પર હોટલ સ્ટેઇન પાસેથી પકડી પાડી આગળની ઘટીત કાર્યવાહી થવા સીટી સી ડીવી. પોલીસ સ્ટેશન, જામનગરને સોંપી આપેલ છે.
આરોપી અન્ય જીલ્લાઓમાં નાસતા ફરતા ગુન્હાઓની વિગત :-
૧) નવસારી જીલ્લાના ગણદેવી પોલીસ સ્ટેશન ના પ્રોહિ.ગુ.ર.નં.-૧૧૫૬/૨૦૨૫ પ્રોહિ કલમ-૬૫ (એઇ), ૧૧૬(બી), ૯૮(૨), ૮૧ તથા ભારતીય ન્યાય સંહિતા- ૨૦૨૩ની કલમ ૩૩૬ (૨) (૩), ૩૪૦ (૨) મુજબ
૨) દેવભુમી દ્વારકા જીલ્લાના જામખંભાળીયા પોલીસ સ્ટેશન ના પ્રોહિ.ગુ.ર.નં.- ૯૪૪/૨૦૨૫ પ્રોહિ કલમ-કપ(એ)(એ), ૧૧૬(બી). ૮૧ મુજબ
આ કામગીરી એસ્કોન્ડર/પેરોલફર્લો સ્કવોડના પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી એમ.વી.ભાટીયા તથા એ.એસ.આઇ. ગોવિંદભાઈ ભરવાડ, કરણસિંહ જાડેજા ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમભાઈ નોયડા તથા પોલીસ હેડ કોન્સ. સુરેશભાઈ ડાંગર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, મહિપાલભાઈ સાદિયા, હાર્દીકભાઇ ભટ્ટ. તથા પો.કોન્સ. દિલીપસિંહ જાડેજા દિવ્યરાજસિંહ જાડેજા તથા એલ.સી.બી.ના પોલીસ હેડ કોન્સ. નિર્મળસિંહ જાડેજા તથા પો.કોન્સ બળવતસિંહ પરમાર નાઓ દ્વારા કરવામાં આવેલ છે
બ્યુરો ચિફ:-સદામ શેખ