વડિયા માથી લેવાયેલા પનીર અને ભજીયા, ભેળ ની ચટણી, મીઠાઈ ના સેમ્પલ ના હજુ સુધી રિપોર્ટ કેમ છુપાવાય છે ? સેમ્પલ માં સેટિંગ કે રિપોર્ટ માં ?
વડિયા ની કરિયાણા ની એક દુકાન હસ્તક હપ્તા રાજનુ સેટિંગ ? ફરિયાદ થાય છતાં નમૂના નક્કી કરેલા માલ ના જ લેવાય!
અરે ફૂડ તંત્ર આવે તે પેહલા જાણ થઈ જાય કે બધુ સરખું કરી રાખજો સેમ્પલ લેવા પડશે
અનેક ફરિયાદો છતાં વડિયાના મીઠાઈ,પનીર, ભજીયાની ચટણી ના ઉત્પાદકો ને ભેળસેળ વાળી વસ્તુઓ વેચવાનો પીળો પરવાનો ?
પનીર ના કારખાના થી સદગુરુ નગર ના લોકો હેરાન પરેશાન, નાના માણસોનું સાંભળે કોણ ?
વડિયા
હિન્દૂ ધર્મ ના પવિત્ર શ્રાવણ માસથી તહેવારો ની શરૂવાત થાય આ તહેવારો માં મીઠાઈ, ફરસાણ અને ફરારી આઇટમો નુ વેચાણ વધે છે તો મેળાઓના સ્ટોલ માં પનીર અને ચીજ ની બનાવટની વસ્તુઓનુ વેચાણ પણ પૂર બહાર માં થાય છે.અમરેલી જિલ્લા ના વડિયા કુંકાવાવ તાલુકામાં વડિયા ના અમરનગર રોડ પર ગેબાનશાહ પીર ની દરગાહ પાસે ભૂતકાળ માં નકલી પનીર બનાવતી ફેક્ટરી ઝડપાઈ હતી. આ સમયે પનીરના સેમ્પલ લેવાયા હતા આ બાબતે અનેક વાર જિલ્લા ના ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ પાસેથી તેના રિપોર્ટ બાબતે જાણકારી મેળવવા નો પ્રયાસ થયો પરંતુ આજદિન તેના રિપોર્ટ આપવામાં જાણે કોઈ ની શરમ આવતી હોય તેમ ઠાગાથૈયા કરવામાં આવી રહ્યા છે.જાણવા મળતી વિગતો મુજબ આ ડુપ્લીકેટ પનીર બનાવતી આ ફેક્ટરી ભૂતકાળ માં જેતપુર ખાતે કાર્યરત હતી ત્યાં ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ ની રેડ આવતા તેમના સેમ્પલ ફેલ થતા તેમને ત્યાંથી હવે આ ફેક્ટરી વડિયા માં શરુ કરી છે.અમરેલી જિલ્લા ના ફૂડ ડિપાર્ટમેન્ટ સાથે સેટિંગ કરી જાણે લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાનો પીળો પરવાનો મેળવ્યો હોય તેમ બે રોકટોક આ ડુપ્લીકેટ પનીરનો કાળો કારોબાર ચાલી રહ્યો છે. આ પનીર ફેક્ટરી ની પાછળ ના ભાગે તેમની દુર્ગંધ થી વસવાટ કરતા લોકો પણ પરેશાન છે પરંતુ નાના માણસોનું સાંભળે કોણ તેવી સ્થિતિ છે. બે રોકટોક ચાલતા આ ડુપ્લીકેટ પનીર ના કારખાના સાથે વડિયા વિસ્તાર માં મીઠાઈ, ભજીયા ચટણી નો પણ મોટાપાયા પર ઉત્પાદન અને વેચાણ થાય છે. વડિયા વિસ્તાર ના લોકો ભજીયા અને ભેળ ના શોખીન હોવાથી લીંબુના ફૂલ અને કેમિકલ વાળા કલર થી બનેલી ચટણી નો ઉપયોગ ભજીયા અને ભેળ માં કરી આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. ભૂતકાળ માં મીડિયા અવાજ બાદ આ સેમ્પલો લેવાયા હતા પરંતુ જાણવા મળતી વિગતો મુજબ હપ્તા રાજ થી ચાલતા આ ફૂડ તંત્ર સેમ્પલ લેવા આવે તે પેહલા વડિયા ના એક કરિયાણા ના વેપારી કે જે દર દિવાળીએ બાંધેલો હપ્તો સમગ્ર વડિયા માંથી ઉઘરાવી ને ફૂડ વિભાગને પહોંચાડે છે તેને આ હપ્તાખોર તંત્ર જાણ કરે છે કે અમે સેમ્પલ લેવા નીકળ્યા છે આ જગ્યાઓ માં જાણ કરી દેજો. આવા હપ્તા રાજના તંત્ર થી લોકો ના આરોગ્ય સાથે ચેડા થઇ રહ્યા છે અને અનેક લોકો રોગના ભોગ બની રહ્યા છે ત્યારે રાજ્યના ફૂડ અને ડ્રગ્સ વિભાગ,જિલ્લા કલેકટર આ બાબતે ગંભીર ગણી વડિયા વિસ્તાર માં હપ્તા રાજથી વેચાતી આવી વસ્તુઓ અને કારખાના પર તવાઈ બોલાવે તેવી માંગણી જોવા મળી રહી છે. જો આ બાબતો પર તંત્ર કામગીરી નહિ કરે તો આવનાર દિવસો માં જનતા રેડ કરવાની ફરજ પડશે તેવુ જાગૃત નાગરિકો દ્વારા જણાવાયું હતુ.
બ્યુરો ચીફ ઇલિયાસ કપાસી અમરેલી