વર્ષોથી સમાજના મન દુઃખો ભૂલી તમામ આગેવાનો આવ્યા એક મંચ ઉપર
મૂળ દ્વારકામાં મુસ્લિમ મછીયારા સમાજ માં પ્રમુખ અને ઉપપ્રમુખ ની સર્વનુમાંતે બિન ડરીફ વરણી કરવામાં આવી
આજ તા.૭/૧૦/૨૦૨૫ ના રોજ મુળદ્વારકા બંદર ખાતે એક મીટર્ટીન નુ આયોજન રાખવામાં આવેલ જેમાં સમસ્ત મુળદ્વારકા સમાજ ને એક અને મજબુત કરવાની પહેલ કરવામાં આવી તેમાં તમામ પટેલ આગેવાન તથા સભ્યો એ સડમત થઈ ફકત એક પ્રમુખ રાખવાની સહમતી આપેલ છે.જેમા આજ રોજ કોડીનાર તાલુકા ના મૂળ દ્વારકા ગામે મુસ્લિમ મછીયારા સમાજની એક મહત્વની બેઠક યોજવામાં આવી હતી જેમાં મછીયારા સમાજ વર્ષોથી મનદુખો આવતા રહ્યા હતા જેમાં એક જ સમાજમાં ત્રણથી વધારે પ્રમુખ ડતા એમાં સર્વ મુસ્લિમ મસ્તિયારા સમાજ એક થઈ અને એક પ્રમુખ બનાવવાનો નિર્ણય લીધો હતો એક કરતા વધારે પટેલો હોય અને પોતાની પેટા જ્ઞાતી આધારીત સામાજીક નિર્ણયો લેતા ડોય જેના કારણે સમસ્ત મછીયારા સમાજ ને અત્યાર સુધી આર્થિક અને સામાજીક શૈક્ષણીક કે પછી રાજનૈતીક નુકસાન ઘણા લાંબા સમય થી વેઠવતા હતા પરંતુ આજ રોજ તમામ પેટા જ્ઞાતી ના પટેલો એક મંચ પર આવી તમામ પેટા જ્ઞાતી ના પટેલો માથી એક પ્રમુખ એક ઉપ પ્રમુખ અને બાકીના પટેલો મંત્રી આગેવાન, અને સભ્યો બની એક શસ્કત મુસ્લિમ મછીયારા સમાજ બની ગઈ છે જેથી આવનારા સમય મા એક જુઠ થઈ સમજદારીથી નિર્ણયો લઈ સામાજીક અને શૈક્ષણીક કે પછી રાજ નૈતીક લાભ મેળવવામા સક્ષમ બનસે અને અને આ શીખ તમામ તાલુકાના મુસ્લિમ સમાજને લેવી જોઈએ ઘણા સમયથી મૂળ દ્વારકા ના મુસ્લિમ સમાજના આગેવાનો સમાજને એક કરવાનું સપનું જોઈ રહ્યા હતા પણ આખરે આ સપનું પૂર્ણ થયું ડતું અને પ્રમુખ તરીકે જુમાભાઈ અલારખ ભાઈ ઢોકી અને ઉપ પ્રમુખ તરીકે ઈબ્રાહીમભાઈ અલારખા ભાઈ ખારાઈ ને સર્વનુંમતે બીનડરીફ વરણી કરવામાં આવી હતી
રિપોર્ટ રહીશ બાનવા કોડીનાર