Mahir Kalam News

News Website

“રાજકોટ જિલ્લાના સ્મશાનમાં કાળી ચૌદશની શાનદાર ઉજવણી કરવામાં આવશે.”

“રાજકોટ જિલ્લાના સ્મશાનમાં કાળી ચૌદશની શાનદાર ઉજવણી કરવામાં આવશે.”
Views: 11
0 0

Read Time:10 Minute, 7 Second

રાજ્યના સ્મશાનમાં કાળી ચૌદશની ભયાનકતા દૂર કરવાના કાર્યક્રમો યોજાશે

સ્મશાનના ખાટલે ગ્રામજનો કકડાટના વડા-ગરમાગરમ પુડલા આરોગશે.

મેલીવિદ્યાની નનામીને મહિલાઓ કાંધ આપી ભસ્મીભૂત કરશે.

મેલીવિદ્યાની નનામી ઉપર ચા બનાવી લોકો ચુશ્કી મારશે.

સ્મશાનમાં કાળીચૌદશને દિવાળી પર્વની જેમ ઉજવાશે.

ભૂત-પ્રેત-મસાલનું સરઘસ, નનામી સાથે નીકળી શેરીઓમાં જાગૃતિ કેળવાશે.

કાળી ચૌદશનો સદીઓ જૂનો ભય દૂર કરવા જાથાનું રાજયવ્યાપી આયોજન.

અમદાવાદ : ભારતમાં સદીઓથી કાળી ચૌદશની ગેરમાન્યતા, ગેરપરંપરા, જાત જાતની

માન્યતાઓ, ક્રિયાકાંડો, કુરિવાજો, ભૂત, પ્રેત, પિશાચ, મેલીવિદ્યા, આસુરી શક્તિ, અદ્રશ્ય શક્તિ વિગેરેની સાધના કરી પ્રસન્ન કરવા જાત જાતના વિધિ-વિધાનો, નિવારણના હોમ-હવન, મંત્ર-તંત્ર, સાધના, ઉપાસના, મેલીવિદ્યાની સ્મશાનમાં લેતી-દેતી આપ-લે, ભારે દિવસ, ખોફનાક વાતો પ્રવર્તતે છે તેનું રાજયવ્યાપી ખંડન કરવાના દ્રઢ મનોબળ કેળવવાના જાગૃતિ કાર્યક્રમો સાથે રાજય કક્ષાનો રાજકોટ જિલ્લાના સ્મશાનમાં લોકસહકારથી તા. ૧૯ મી ઓકટોબર રાત્રીના નવ કલાકે મેલીવિદ્યાની નનામી, ભૂતપ્રેતનું સરઘસ, મશાલ સરઘસથી પ્રારંભ કરી સ્મશાનમાં મોડી રાત સુધી નવતર કાર્યક્રમોથી કરવામાં આવશે. રાજયમાં જાથાની શાખાઓ ઉપરાંત નાના-મોટા નગરોના સ્મશાનમાં જાગૃતિ કાર્યક્રમ આપી અંધશ્રદ્ધા દૂર કરવાના પ્રયત્નો થશે. આવતા સપ્તાહથી પસંદગીના ગામોમાં પત્રિકા વિતરણનો પ્રારંભ થશે.

જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે સદીઓથી કાળીચૌદશની ભયાનકતા, ભ્રામક પ્રચાર, ઉપરાંત નિરર્થક ક્રિયાકાંડો સમાજમાં પ્રવર્તતે છે જેમાં ભૂત, પ્રેત, પિશાચ, ડાકણ, મામો, આસુરી શકિતની સ્મશાનમાં સાધના કરી પ્રસન્ન કરવા સંબંધી જાતજાતના ક્રિયાકાંડો કરવામાં આવે છે. જેમાં દારૂ, મટન, જેવા નૈવેદ ધરવામાં આવે છે. તો કોઈક અઘોરી મડદા ઉપર બેસી સાધના કરે છે. આસુરી શકિત ઉપર વિજય મેળવવા માટે કાળી ચૌદશ દિવસને શ્રેષ્ઠ માનવામાં આવે છે જેની હકિકત જેટલા મોઢા તેટલી વાતો સાંભળવામાં આવે છે. મેલીવિધાની ઉપાસના કરીએ તો સિદ્ધ થઈ જાય તો ગમે તેના ઉપર અજમાવી હેરાન-પરેશાન કરી શકાય છે વિગેરે વિગેરે અવૈજ્ઞાનિક, અતાર્કિક, બોગસ, કપોળકલ્પિત હકિકત મુકવામાં આવે છે. કાળીચૌદશના દિવસે હોમ-હવન, કાળભૈરવની ઉપાસના વિગેરે કરવામાં આવે છે. વાસ્તવમાં જાથાએ રાજયમાં ૩૧ વર્ષથી સ્મશાન અને કહેવાતી ખરાબ જગ્યાએ કાર્યક્રમો, ખંડન સંબંધી વાસ્તવિક કાર્યક્રમો આપ્યા છે. તેમાં જાથાને આજ સુધી કોઈ ખરાબ પરિણામ, અસર કે એક મિનિટ/સેકન્ડ માટે પણ હાનિ-નુકશાન કે અનહોનિ થઈ નથી. માત્રને માત્ર બકવાસ, તથ્યહિન ક્રિયાકાંડો સાબિત કર્યા છે. મેલીવિદ્યા, આસુરી શકિતથી પાપડ પણ ભાંગી શકાતો નથી તેવું હજારો માણસોમાં સાબિત કર્યું છે. કાળીચૌદશના દિવસે સંધ્યા સમયે પ્રેતાત્મા ફરતા હોય છે તે હકિકતને બોગસ, ધૂળચાટતી સાબિત કરી છે. કાળીચૌદશ અશુભ છે. કુંડાળમાં પગ મુકવાથી નુકશાન થાય વિગેરે વિગેરે હંબક સાબિત કર્યું છે. આત્મવિશ્વાસ સભર માનવીને વિશ્વનો કોઈપણ ચમત્કારિક, સાધક, ઉપાસક કે તાંત્રિક તસુભાર નુકશાન કરી શકતો નથી. લેભાગુઓથી પાપડ પણ ભાંગી શકાતો નથી તેવું સાબિત કરી આપ્યું છે. સ્મશાનમાં દ્રઢ મનોબળ કેળવવા પ્રયાસ કરવામાં આવે છે. માનસિક નબળા લોકોએ વિશ્વાસ કેળવીને જ કાર્યક્રમમાં હાજરી આપવા જણાવવામાં આવે છે. સૌને પોતાને માનવાનો અધિકાર છે તેવું જાથા માને છે. જાથાની વિચારધારાવાળા લોકોએ ખાસ હાજરી આપવી.
કાળી ચૌદશના દિવસે સંધ્યા સમયે પ્રેતાત્મા ફરતા હોય છે તે હકિકત બોગસ, હંબક સાબિત કરી લોકોમાંથી ભય દુર કરવામાં જાથા સફળ થયું છે. કાળી ચૌદશ અશુભ છે. કકડાટના કુંડાળામાં પગ મુકવાથી નુકશાન થાય છે વિગેરે કુપ્રથાને બેબુનિયાદ સાબિત કરી આપેલ છે. દ્રઢ મનોબળ, આત્મવિશ્વાસથી સભર માનવીને વિશ્વનો કોઈપણ ચમત્કારિક સાધક, ઉપાસક કે તાંત્રિક તસુભાર નુકશાન કરી શકતો નથી.

જાથાના પંડયાએ વધુમાં જણાવ્યું કે દુનિયામાં મેલીવિદ્યા જેવું કશું જ નથી છતાં તેના નામે લોકો સાથે ઠગાઈ કરવામાં આવે છે. લેભાગુઓ ભૂત, પ્રેત, પિશાચ, ડાકણના નામે તૂત ચલાવે છે. અંધશ્રદ્ધા આપણને વારસામાં મળી છે તેના પરિણામો ભોગવીએ છીએ. ખોટું અનુકરણ કરવાથી ભાવિ પેઢીને માનસિક નુકશાનીની ભેટ આપીએ છીએ તેથી કકડાટ વડા, ભજીયા મુકવાની પ્રથાને તિલાંજલિ આપી ખાદ્ય ચીજવસ્તુ, અનાજનો બગાડ બંધ કરી જરૂરીયાતમંદને આપવા જાથા અનુરોધ કરે છે. બહુધા સમાજ પાસે સહકારની અપેક્ષા રાખવામાં આવે છે.

રવિવાર તા. ૧૯ મી રાત્રીના નવ કલાકે મુક્તિધામમાં જાગૃતો, વિજ્ઞાન પ્રેમીઓ, જાથાના શુભેચ્છકો એકઠા થઈ ત્યાં સૌ પ્રથમ મેલીવિદ્યાની નનામીને લાવી મહિલાઓ કાંધ આપશે તેની સાથે ભૂત-પ્રેતનું સરઘસ તેનો પહેરવેશ યુવાનો પહેરી ભય દૂર કરવા નાટકીય ધૂણીને મશાલ સરઘસ સાથે જોડાશે. જાગૃતો પોતાના ગામના સ્મશાનમાં જાગૃતિ બેનરો સાથે સ્મશાનમાં પહોંચશે ત્યાં મેલીવિદ્યાની નનામીને અગ્નિદાહ આપી તેનો ભય-કકડાટ કાયમી કાઢવામાં આવશે. નનામી ઉપર ચા બનાવી હાજર લોકોને ચુશ્કી મારવા આપવામાં આવશે. ભૂત-પ્રેતનો બિહામણો ચહેરો-ભયનો પર્દાફાશ કરવામાં આવશે. સ્ટેજ ઉપર જાગૃતિ કાર્યક્રમ આપી રાત્રીના સ્મશાનના ખાટલે ચાર ચોકમાંથી એકઠા કરેલા કુંડાળાના વડા આરોગવામાં આવશે.

જાથાના પંડયા જણાવે છે કે રાજ્યમાં આવતા સપ્તાહથી જાગૃતિ પત્રિકાનું વિતરણ કરવામાં આવશે. તેમાં કાળી ચૌદશની ભયાનકતા સંબંધી અંધશ્રદ્ધા દૂર કરવાનો પ્રયત્ન છે. આ વર્ષે રાજકોટ જિલ્લાના મુક્તિધામમાં કાળી ચૌદશની ઉજવણીનું ૩૨ મું વર્ષ પુર્ણ થશે. આજ સુધી સ્મશાનમાં એક મિનિટ માટે અનહોની થઈ નથી. જાગૃતોએ સંપુર્ણ ટેકો આપ્યો છે. દેશભરમાં જાથા લોકોને જોડવાની સાથે પોતાનું જીવન-પરિવાર સુખી રહે તેવા જાગૃતિ કાર્યક્રમો આપે છે.

રાજયના જિલ્લા રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, કચ્છ-ભુજ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, અમરેલી, ભાવનગર, ખેડા, આણંદ, વડોદરા, અંકલેશ્વર, ભરૂચ, સુરત, નવસારી, વાપી, છોટા ઉદયપુર, ગોધરા, ડાંગ, આહવા, રાજપીપળા, અરવલ્લી સહીત તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ આયોજન કરવાની તૈયારી આરંભી છે તેમાં ભાગ લેવા ઈચ્છુકોએ જાથાનો સંપર્ક કરવાનો રહેશે.

જાથાના અંકલેશ ગોહિલ, નિર્મળ મેત્રા, રાજુ યાદવ, રવિ પરબતાણી, ભોજાભાઈ ટોયટા, દિનેશ હુંબલ, નિર્ભય જોશી, પ્રકાશ મનસુખભાઈ, હર્ષાબેન પંડયા વકીલ, ભક્તિબેન રાજગોર, ભાનુબેન ગોહેલ અનેક કાર્યકરો પ્રયોગ નિદર્શનમાં જોડાવવાના, રાજયના જિલ્લા તાલુકા, ગ્રામ્ય મથકે જાથાને ટેકો આપવા ગામેગામ સ્મશાનમાં સ્થાનિક પરિસ્થિતિ મુજબ કાયદાની મંજુરી મેળવીને જાગૃતિ કાર્યક્રમો યોજવા સંબંધી અપીલ કરવામાં આવે છે.

માન. તંત્રીશ્રી

આપશ્રીના સુપ્રસિદ્ધ અખબારમાં કાળી ચૌદશની ગેરમાન્યતાઓના ખંડનની અને રાજકોટ જિલ્લાના મુક્તિધામમાં કાર્યક્રમ યોજવા સંબંધની પ્રેસ મેટર વિગતવાર પ્રસિદ્ધ કરવા નમ્ર વિનંતિ છે. ઈ–મેઈલમાં મોકલેલ છે જે વિદીત થાય.

ભારત જન વિજ્ઞાન જાથા

રિપોર્ટર દામજીભાઈ વેકરીયા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *