Mahir Kalam News

News Website

માળીયાના તરઘડીમાં સ્મશાન અને પ્લોટની માગણી મામલે વિવાદ અનુસૂચિત જાતિના ચેરમેન સાથે ગેરવર્તણુંક બદલ ૪ સામે ગુનો દાખલ

માળીયાના તરઘડીમાં સ્મશાન અને પ્લોટની માગણી મામલે વિવાદ અનુસૂચિત જાતિના ચેરમેન સાથે ગેરવર્તણુંક બદલ ૪ સામે ગુનો દાખલ
Views: 40
0 0

Read Time:2 Minute, 48 Second

ગ્રામ પંચાયતમાં રજૂઆત કરવા ગયેલા સામાજીક ન્યાય સમિતિના ચેરમેન રશ્મિબેન સાથે અસભ્ય વર્તણૂક:SPની સૂચનાથી એટ્રોસીટી એકટ હેઠળ ફરિયાદ

મોરબીના માળિયા તાલુકાના તરઘડી ગામે અનુસૂચિત જાતિના લોકો માટે સ્મશાન ભૂમિ અને ૧૦૦ ચોરસ વારના પ્લોટની માંગણી લાંબા સમયથી ચાલી રહી છે, આ મામલે પ્રાંત અધિકારીએ સ્મશાન માટેની જમીન નિમ કરવા અને માપણી ફી ભરવા માટે ગ્રામ પંચાયતને આદેશ આપ્યો હતો,

છતાં પંચાયત દ્વારા કોઈ કાર્યવાહી થઈ નહોતી, ગ્રામ પંચાયત દ્વારા નિર્ણય ન લેવાતા બે દિવસ પહેલા મળેલી ગ્રામ સભામાં અનુસૂચિત જાતિના લોકો રજૂઆત કરવા પહોંચ્યા હતા

જોકે,સરપંચે રજૂઆત સાંભળવાને બદલે સભાને અધવચ્ચેજ પૂર્ણ જાહેર કરી દીધી હતી.આથી સામાજિક ન્યાય સમિતિના ચેરમેન રશ્મિકાબેન અને તેમના પતિ બીપીનભાઈ રજૂઆત કરવા ગ્રામ પંચાયતમાં પહોંચ્યા હતા,આ દરમિયાન પ્રકાશભાઈ અને ભાવેશભાઈ ત્યાં આવી પહોંચ્યા હતા અને તેમણે ધમકાવતા કહ્યું કે "તમારે કાંઈ કરવાનું થતું નથી, સરપંચે પણ કંઈ નહીં કરી દે"
ત્યારબાદ અન્ય બે સભ્યો ઘેલાભાઈ અને બળવંતભાઈ પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને રશ્મિકાબેન સાથે અસભ્ય ભાષાનો પ્રયોગ કર્યો હતો તેમણે અપમાનજનક શબ્દો વાપરીને કહ્યું કે,"તમે હવે બે દિવસના સભ્ય છો" આ ગેરવર્તુણક બાદ રશ્મિકાબેન અને તેમના પતિ આ મામલે રજૂઆત કરવા પોલીસ મથકે પહોંચ્યા હતા,પરંતુ તેમને ફરિયાદ દાખલ થઈ નહોતી. આથી, ગ્રામજનો સાથે રશ્મિકાબેન, એસપી મહેશકુમાર પટેલને રજૂઆત કરવા પહોંચ્યા હતા. એસપી મહેશકુમાર પટેલે રશ્મિકાબેનની ફરિયાદ ના આધારે તાત્કાલિક કાર્યવાહીનો આદેશ આપ્યો હતો. પોલીસે આરોપીઓ ભાવેશભાઈ સુવારીયા, પ્રકાશભાઈ ફુલતરીયા, બળવંતભાઈ કુકરવાડિયા,અને ઘેલાભાઈ સુવારીયા વિરુદ્ધ: બી..એન.એસ. કલમ 351 (1), 54, એટ્રોસિટી એક્ટની કલમ ૩ (2)અને 3(૨)va મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટર દામજીભાઈ વેકરીયા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *