🔷 બાલંભા ગામ મંગલ મહોત્સવના રંગે રંગાયુ : ભક્તિ, પ્રસાદ અને સેવાનો ત્રિવેણી સંગમ
🔷 વિશાળ જગ્યા માં તા.૨૩ ઓક્ટોબર થી તા.૩૧ ઓક્ટોબર ૨૦૨૫ દરમિયાન મહા મંગલ મહોત્સવનું આયોજન
તંત્રી શ્રી.
___________ ન્યુઝ
રાજકોટ.
**
🔷 ભવ્યાતી ભવ્ય વિશાળ પોથી યાત્રા રાસ-ગરબાની રમઝટ સાથે કથા સ્થળે પ્રયાણ કરશે.
🔷 સુપ્રસિદ્ધ વકતા શાસ્ત્રી ચિંતનભાઈ પંડયા- (અકાળા વાળા) હાલઃ અમરેલી વ્યાસપીઠે બિરાજી ને સંગીત સભર શૈલી માં કથાનું રસપાન કરાવશે.
🔷 કથા દરમિયાન દરરોજ રાત્રીના કાઠિયાવાડી ડાયરો, ભવ્ય સંતવાણી, ગોળા રાસ, માતાજીનો માંડવા નું આયોજન
🔷 કથા દરમિયાન ભારત વર્ષના બ્રહ્મર્ષિઓ, સંતો, મહંતોના આશિવર્ચન
🔷 ભક્તિ દ્વારા એકતાની શક્તિ ચાલો…..શ્રી ચામુંડા માતાજી મઢ બાલંભા
જોડિયા તાલુકાના બાલંભા ગામે સમસ્ત રાઠોડ પરિવારના મહા આદ્યશક્તિ કુળદેવી પરાઅંબા ભગવતી શ્રી ચામુંડા માતાજી તથા સુરાપુરા શ્રી ભાયાબાપાના આશિર્વાદ અને અનુગ્રહથી સમસ્ત રાઠોડ પરિવાર દ્વારા નવલાં નૂતન વર્ષના મંગલ પ્રારંભે માતાજીના સાનિધ્યમાં ભક્તિ દ્વારા એકતાની શક્તિ બની. બાલંભા મુકામે શ્રી દેવી ભાગવત નવાન્હ જ્ઞાનયજ્ઞ નું શુભ આયોજન વિક્રમ સંવંત ૨૦૮૨ ના કારતક સુદ બીજ (ભાઈ-બીજ)ને ગુરૂવાર તા. ૨૩-૧૦-૨૦૨૫ (પ્રારંભ) થી કારતક સુદ નોમ તા. ૩૧-૧૦-૨૦૨૫ ને શુક્રવાર (પૂર્ણાહુતિ) સુધી દિવ્ય અને ભવ્ય ભગવતી જગદંબાના ચરિત્રોથી સભર શ્રી દેવી ભાગવત કથા વકતા શાસ્ત્રી ચિંતનભાઈ પંડયા- (અકાળાવાળા) હાલઃ અમરેલી વ્યાસપીઠે બિરાજી ને સંગીત સભર શૈલી માં કથા સમય સવારે ૯.૦૦ થી ૧૨.૩૦ બપોરે ૩.૦૦ થી ૬.૦૦ કથા રસપાન કરાવશે.
આગામી કારતક સુદ બીજ (ભાઈ-બીજ) ને ગુરૂવાર તા.૨૩-૧૦-૨૦૨૫, સવારે ૭.૦૦ કલાકે શ્રી ચામુંડા માતાજી મઢે બ્રહ્મદેવો દ્વારા મંત્રોચ્ચાર સાથે શ્રી ગણપતિ આદિ સ્થાપિત દેવાની પુજા, પોથી યાત્રા સવારે ૮.૦૦ કલાકે શ્રી ચામુંડા માતાજી મઢે થી સુસોભાન વિવિધ ફ્લોટ્સ સાથે બાલંભા ગામના મુખ્ય માગ પર ભક્તિ સભર ભવ્યાતી ભવ્ય વિશાળ શોભાયાત્રા શરૂ થઈને ખાતે પવિત્ર દેવી ભાગવત પોથીજીનું સ્થાપન કરવામાં આવશે. શોભાયાત્રામાં ડ્રેસકોડ સાથે સાફા પહેરેલા યુવાનો બાઈક રેલી સાથે જોડાશે. ઉપરાંત સેંકડો ગાડિઓ પણ જોડાશે. મહિલા મંડળનાં બહેનો પણ રાસ-ગરબાની રમઝટ સાથે કથા સ્થળે પ્રયાણ કરશે.
આ ભવ્ય આયોજનમાં દિપ પ્રાગટય તથા કથા પ્રારંભ ૧૧.૪૫ કલાકે કરવામાં આવશે. રાઠોડ પરિવારના બહેનુ-દિકરી તથા ભાણેજો એ કથાનો લાભ લેવા રાઠોડ પરિવાર દ્વારા પોત પોતાની રીતે આમંત્રણ આપવા કૃપા કરશો. સાથે હાલારા ચોવીસીમાં વસતાં સર્વે સમાજને આ કથામાં સ્નાન અને પાન કરવા જીવનને શુદ્ધ કરવા કથા શ્રવણ માટે માનવ જીવનમાં ગંગા સ્નાન, યમુનાપાન, સંતદર્શન તથા કથા શ્રવણ શ્રેષ્ઠ લાભ છે. કથા દરમિયાન દરરોજ ભોજન રૂપિ મહાપ્રસાદ દરરોજ સવારે નાસ્તો ૭.૦૦ થી ૯.૦૦ સુધી ભોજન બપોરે ૧૨.૩૦ થી ૨.૩૦ સુધી રાત્રિ ભોજન સાંજે ૬.૩૦ થી ૮.૩૦ સુધી નું સુંદર આયોજન સમસ્ત રાઠોડ પરિવાર દ્વારા કરવામાં આવેલ છે.
*શ્રી દેવી ભાગવત કથામાં આવતા પ્રસંગો*
આ ધાર્મિક ઉત્સવમાં આવતા પ્રસંગો શ્રી અંબિકા પ્રાગટય કારતક સુદ ૪ ને શનિવાર તા. ૨૫-૧૦-૨૦૨૫, સાંજે ૬.૦૦ કલાકે, શ્રી ચામુંડા પ્રાગટય કારતક સુદ ૫ ને રવિવાર તા. ૨૬-૧૦-૨૦૨૫, સવારે ૧૦.૦૦ કલાકે, શ્રી કૃષ્ણ જન્મોત્સવ કારતક સુદ ૫ ને રવિવાર તા.૨૬-૧૦-૨૦૨૫ સાંજે ૫.૦૦ કલાકે, શ્રી પાર્વતી પ્રાગટ્ય કારતક સુદ ૬ ને સોમવાર તા. ૨૭-૧૦-૨૦૨૫, સાંજે ૫.૩૦ કલાકે, શિવ વિવાહ કારતક સુદ ૬ ને મંગળવાર તા. ૨૮-૧૦-૨૦૨૫, સાંજે ૫.૦૦ કલાકે, નવદુર્ગા પ્રાગટય કારતક સુદ ૭ ને બુધવાર તા. ૨૯-૧૦-૨૦૨૫ સાંજે ૫.૩૦ કલાકે, શ્રી ગાયત્રી પ્રાગટય કારતક સુદ ૮ ને ગુરૂવાર તા. ૩૦-૧૦-૨૦૨૫ સાંજે ૬.૦૦ કલાકે, કથા વિરામ (પૂર્ણાહુતિ) કારતક સુદ ૯ ને શુક્રવાર તા.૩૧-૧૦-૨૦૨૫ સવારે ૧૧.૩૦ કલાકે, દશાંશ યજ્ઞ વિધી ઉત્સવ કારતક સુદ ૧૦ ને શનિવાર તા. ૦૧-૧૧-૨૦૨૫ સવારે ૮ થી બપોરે ૧ કલાકે આ હોમાત્મકમાં સમસ્ત રાઠોડ પરિવારે અચુક ઉપસ્થિત રહેવું.
*કથા દરમિયાન ભારત વર્ષના બ્રહ્મર્ષિઓ, સંતો, મહંતોના આશિવર્ચન*
આ કથા દરમિયાન ભારત વર્ષના બ્રહ્મર્ષિઓ, સંતો, મહંતોના આશિવર્ચન મંગલદીપ પ્રાગટ્ય સાથે, સાહેતવાસી પ.પૂ. મહંતશ્રી ૧૦૮ શ્રી તુલસીદાસજી મહારાજ શિવડેરી-જસદણ, પ.પૂ. મહામંડલેશ્વર મહંતશ્રી -૧૦૦૮ શ્રી સુગ્રીવદાસજી મહારાજ મોઢેરા-મહેસાણા, પ.પૂ. મહંતશ્રી ૧૦૮ શ્રી હરિદાસજી બાપુ ઉદાસી આશ્રમ, બાલંભા, પ.પૂ. મહંતશ્રી શ્રી નરેન્દ્રબાપુ ગુરુશ્રી જીવરાજબાપુ શ્રી આપાગીગા નો ઓટલો ચોટીલા-મોલડી, પ.પૂ. મહામંડલેશ્વર મહંતશ્રી ૧૦૦૮ શ્રી અવધકિશોરદાસજી રામાયણી મોઢેરા, મહેસાણા, પ.પૂ. મહંતશ્રી ૧૦૮ શ્રી ગોપાલદાસજી બાપુ બલોલ, મહેસાણા ઊપસ્થિ રહશે.
*દરરોજ રાત્રીના કાઠિયાવાડી ડાયરો, ભવ્ય સંતવાણી, ગોળા રાસ, માતાજીનો માંડવા નું આયોજન*
કથા દરમિયાન ભવ્ય કાઠિયાવાડી ડાયરો – સંતવાણી, તા. ૨૬-૧૦-૨૦૨૫, ને રવિવાર, રાત્રે ૯:૩૦ કલાકે જાજરમાન કાઠિયાવાડી ડાયરો અને સંતવાણી ની રમઝટ બોલાવશે. જેના કલાકારો મહંતશ્રી જયશ્રીદાસજી માતાજી (સંતવાણી) દલસુખ પ્રજાપતિ (ભજનીક) વિશાલભાઈ વરૂ (લોકગાયક) જયુભા સિંધવ (લોક સાહિત્કાર) સાથી ટીમ દ્વારા કાર્યક્રમ ની રમઝટ બોલાવશે. સાથે ગોળા રાસ મંડળ તા. ૨૯-૧૦-૨૦૨૫, બુધવાર, રાત્રે ૯:૩૦ કલાકે ગોળારાસ જીજ્ઞેશભાઈ ગોમટા ગ્રુપ કલાકારો: જીજ્ઞેશભાઈ તથા સુખાભાઈ અને સાજીંદા સત ના આધારે માતાજીનો ગોળો કાચના ગ્લાસ ઉપર ઈંઢોણી વગર માથે રાખી રાસ લેશે. તેમજ શ્રી ચામુંડા માતાજીનો હરખનો નવરંગો માંડવો તા. ૩૦-૧૦-૨૦૨૫, ગુરૂવાર, રાત્રે ૯:૩૦ કલાકે રાવળદેવ ધર્મેશભાઈ રાવળ તથા સહ સાજીંદાઓ સાથે માતાજી ના ગુણગાન ગાશે. સાથો સાથ દરરોજ રાત્રીના ધૂન મંડળ, ભજન, રાસ ગરબાના કાર્યક્રમો યોજવામાં આવશે.
*રાઠોડ પરિવારના હોદેદારો, કાર્યકર કમિટી*
આ જ્ઞાન સરિતાના મંગલ અવસરે સમસ્ત રાઠોડ પરિવાર – શ્રી ચામુંડા માતાજીનો મઢ, બાલંભા પ્રમુખશ્રી ગિરીશભાઈ એલ. રાઠોડ મો. ૮૬૬૮૮ ૩૩૦૧૮, મંત્રીશ્રી બાબુલાલ એન. રાઠોડ મો. ૯૦૯૯૦ ૧૦૯૬૧, ઉપપ્રમુખશ્રી હિતેષભાઈ જી. રાઠોડ મો. ૯૦૯૯૦ ૨૫૧૧૩, ઉપપ્રમુખશ્રી શૈલેષભાઈ પી. રાઠોડ મો. ૯૮૨૨૩ ૧૧૬૮૧, ખજાનચીશ્રી નંદલાલ બી. રાઠોડ – મો. ૯૭૨૩૭ ૭૮૭૩૧ રાઠોડ પરિવારના હોદેદારો, કાર્યકર કમિટી દ્વારા કથા શ્રવણનો લાહવો લેવા સહ પરિવાર પધારવા અમો હૃદય પૂર્વક આમંત્રણ પાઠવીએ છીએ.
*લી.*
સમસ્ત રાઠોડ પરિવાર વતી,
*પત્રકાર, હિતેશકુમાર જી. રાઠોડ*
મો. ૯૦૯૯૦ ૨૫૧૧૩
રિપોર્ટર લલીતભાઈ નિમાવત











