Mahir Kalam News

News Website


નસવાડી મામલતદાર ને આવેદનપત્ર આપતા જયઆદિવાસી મહાસંઘ અને સમસ્ત આદિવાસી મહાસંઘ
ભુ માફિયા સામે કાયદેસર ની કાર્યવાહી કરવા માંગ

નસવાડી તાલુકા જય આદિવાસી મહાસંઘ અને સમસ્ત આદિવાસી મહાસંઘ દ્વારા આવેદનપત્ર આપી આક્ષેપ કરવામાં આવ્યો છે આદિવાસી સમાજ નો દીકરો જ્યારે ખોટું થાય છે તેને ઉજાગર કરે છે અને આદિવાસી નો આવાઝ બને છે જેમાં ભૂમાફિયા આદિવાસી વિરૂધ ષડયંત્ર કરીને ખોટી રીતે ફસાવીને પરેશાન કરે છે. અને ખોટી ફરિયાદ કરી આદિવાસી યુવાન ને ફસાવે છે.છોટાઉદેપુર જિલ્લા ના નસવાડી, સંખેડા અને કવાંટ તાલુકા માં બિન અધિકૃત રીતે માટી ખનન કરતા ભુ માફિયા જે સરકાર ની તિજોરી ને નુકશાન કરે છે,રોયલ્ટી વગર ખનીજ ની મોટા પાયે હેરાફેરી કરે છે. અગાવ આવી ગુનાહિત પ્રવુતિ માં સંડોવાયેલ છે અને આદીવાસી વિસ્તારમાં રહીને પ્રકૃતિને બિન કાયદેસર રીતે મોટા પાયે નુકશાન કરતા અને આદિવાસીઓ વિરૂદ્ધ ની માનસિકતા ધરાવતા ભૂમાફિયા સામે કાયદાકીય રીતે કાયદેસર ની કાર્યવાહી કરી તેમના વિરૂધ્ધ ગુન્હો દાખલ કરવા અને સજા કરવા ની માંગ સાથે સૂત્રો ચાર કરી નસવાડી મામલતદાર ને આવેદનપત્ર આપ્યું

નસવાડી મામલતદાર વિરાજ સિંહ દ્વારા જણાવ્યું કે આદિવાસી વિસ્તાર ના પત્રકાર તડવી નયનેશ ભાઈ પ્રકાશ ભાઈ સામે ગેરકાયદેસર રીતે માટી ખન્ન કરતા ભુમાફિયા વિરૂદ્ધ સમાચાર પ્રસિધ્ધ કરતા તેવો ની સામે ખોટી FIR દાખલ કરવા બાબત નું રજુવાત કરતું આવેદનપત્ર જય આદિવાસી મહાસંઘ નસવાડી તથા સમસ્ત આદિવાસી મહાસંઘ નસવાડી દ્વારા આજ રોજ હું નસવાડી મામલતદાર ને રજૂ કરવામાં આવેલ છે જેમાં તેવો જયસવાલ વિશાલ ભાઈ,જયસવાલ સાગર ભાઈ અને જયસવાલ શીતલા પ્રસાદ વિરુદ્ધ રજુવાત કરે છે સદર હું આવેદનપત્ર ને કલેક્ટર સાહેબ ને ફોરવડ કરવામાં આવશે.

ભીલ ટીના ભાઈ સમસ્ત આદિવાસી એકતા મહાસંઘ પ્રમુખ ના જણાવ્યા મુજબ.આપણા આદીવાસી વિસ્તારમાં આદિવાસીઓ જળ જંગલ અને જમીનનું જતન કરતા આવ્યા છે. એ જળ જંગલ અને જમીનમાંથી માટી ચોરો જે છે એ માટી ચોરીને જતા હોય અને એને રોકવાનું કામ કરે. એમના થી પણ નાં રોકાય ત્યારે પત્રકાર હોય સામાજિક આગેવાન હોય એને ફોન કરીને બોલાવવામાં આવે.પત્રકારો આ માટી ચોરીને પેપરમાં ન્યુઝમાં લાવીને ખુલ્લા પાડ્યા.ત્યારે એ લોકોએ પોતાના બચાવ માટે એક આદીવાસી પત્રકારનો અવાજ દબાવવા માટે એમની પર જે ખોટી ફરિયાદ કરવામાં આવી છે. એ ખોટી ફરિયાદને સમગ્ર આદિવાસી સમાજ વખોડી કાઢે છે. ભૂમાફિયાઓ જે માટીની ચોરી કરે છે એનાથી સરકારની તિજોરીને પણ બોવ મોટું નુકશાન થાય છે.સરકારશ્રી દ્વારા આ ભૂમાફિયા વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી જેલમાં નાખવામાં આવે એવી અમારી માંગ છે.

ઝુબેર કુરેશી જીલ્લા બ્યુરો ચીફ

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%