કડી તાલુકામાં આ ગંભીર ઘટના બનેલી જેમાં આ આરોપી હાર્દિકભાઈ અમરતભાઈ નામનો જે ઓબીસી સમાજનો છે અને તે પરણીત હતો તે દલિત સમાજની 14 વર્ષની સગીરા ને ફોસલાવી લલચાવીને આ ઘટના બની તેના છ
મહિના અગાઉ આ દીકરીને અલગ અલગ જગ્યાએ લઈ જઈને તેની સાથે મરજી વિરોધમાં બળાત્કાર કરતો હતો અને આ દીકરીને તારીખ 24 /7/ 2024 ના રોજ તેના માતા પિતા મજુરી અર્થે ગયેલા અને તેનો ભાઈ આઈ ટી આઈ માં ગયેલો તે દરમિયાન સવારે 10:30 વાગ્યાના સમય આરોપી ઘરે આવીને આ દીકરીને ભગાડી ગયેલ અને અલગ અલગ જગ્યાએ લઈ જઈને તેની સાથે બળાત્કાર કરેલો જ્યારે તેના મા બાપ રાત્રે નોકરી પરથી ઘરે આવતા જોયું ત્યારે દીકરી હાજર ન હતી તેથી તેને શોધખોળ કરેલી અને બીજા દિવસે આ આરોપીએ દીકરીને તેની હવસ સંતોષી ને કાઢી મુકેલ અને દીકરી ઘરે આવેલ ત્યાર પછી તારીખ 26/7/2025 ના રોજ નવસર્જન ટીમ મહેસાણાના ભરતભાઈ તથા શાંતાબેન ની આ ઘટના ની જાણ કરવામાં આવતા કડી પોલીસ સ્ટેશન ગયેલા અને તેની એફ આઈ આર દાખલ કરવામાં આવેલ ત્યારબાદ ત્રણ દિવસ પછી આ આરોપીની ધરપકડ કરવામાં આવેલ ત્યારબાદ આ સગીરાની તપાસ કરાવતા તેને ચાર મહિનાનો ગર્ભ રહી ગયેલો હતો ત્યાર પછી મહેસાણા સેસન કોર્ટમાં કેસ ચાલતા તારીખ 15/11/25 નારોજ જજમેન્ટ આપવા મા આવ્યું જેમાં બીએનએસ ની કલમ 137 (2)અને 87 માં સાત વર્ષની સજા તથા પોકસો એક્ટ ની કલમ મા દસ વર્ષની સજા અને એટ્રોસિટી એક્ટની કલમ 3 (2) 5 માં પાંચ વર્ષની સજા કુલ ૨૦ વર્ષની સજા કરવામાં આવી છે અને દીકરીને વળતર તરીકે દોઢ લાખ (150000) રૂપિયા નો હુકમ કરેલ છે 2024 ની 2025 ના વર્ષમાં મહેસાણા નવસર્જન ટીમ દ્વારા એટ્રોસિટીના કેસોમાં જે સફળતા મળી અને આરોપીઓને સજા કરી જેમાં (1)કડી તાલુકાનું કણજરી ગામ આરોપીને સાડા ત્રણ વર્ષની સજા ત્યારબાદ(2) કડી તાલુકા નું ભાયઠી ગામ તેમાં આરોપીને ત્રણ વર્ષની સજા ત્યાર પછી (3)કડી તાલુકાનું નરસીપુરા ગામ તેમાં આરોપીને સાડા ત્રણ વર્ષની સજા અને(4) બનાસકાંઠાના વડગામ ના ધોતા ગામની સગીર દીકરીના અપહરણ ના કેસમાં 20 વર્ષની સજા અગાઉ પણ બીજા ઘણા બધા એટ્રોસિટી ના કેસોમાં સજાઓ કરવામાં આવેલ છે *નવસર્જન ટ્રસ્ટ મહેસાણા ભરતભાઈ પરમાર તથા શાંતાબેન સેનમા
રિપોર્ટર દામજીભાઈ વેકરીયા











