Mahir Kalam News

News Website

કાયદો અને ન્યાય વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે રાજ્ય મંત્રી શ્રી કૌશિક વેકરિયાએ ચેરીટી કમિશ્નર કચેરીના અગત્યના મુદ્દાઓ પર ઉંડાણપૂર્વક ચર્ચા કરીને ત્વરિત નિરાકરણ માટે સચોટ સૂચનાઓ આપી

કાયદો અને ન્યાય વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે રાજ્ય મંત્રી શ્રી કૌશિક વેકરિયાએ ચેરીટી કમિશ્નર કચેરીના અગત્યના મુદ્દાઓ પર ઉંડાણપૂર્વક ચર્ચા કરીને ત્વરિત નિરાકરણ માટે સચોટ સૂચનાઓ આપી
Views: 32
0 0

Read Time:3 Minute, 36 Second

પારદર્શિતા અને કાર્યક્ષમતા લાવવા માટે ચેરીટી કમિશ્નર કચેરી તથા તાબાની તમામ કચેરીઓનું કામ ફરજિયાત ઓનલાઇન કરવા માટે સ્પષ્ટ સૂચનાઓ અપાઈ

કચેરીની કાર્યક્ષમતા વધારવા માટે મંત્રીશ્રીએ હયાત મહેકમમાં ધરખમ વધારો કરવા નવી બાબત તરીકે આગામી બજેટમાં લેવા આદેશો આપ્યા*

….
કાયદો અને ન્યાય વિભાગના રાજ્ય મંત્રી શ્રી કૌશિક વેકરિયાએ કાયદા વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે વિભાગના અગત્યના મુદ્દાઓ પર ઉંડાણપૂર્વક ચર્ચા કરીને તેના ત્વરિત નિરાકરણ માટે સચોટ સૂચનાઓ આપી છે. મંત્રીશ્રીએ ખાસ કરીને ચેરીટી કમિશ્નર કચેરીના વહીવટ અને સશક્તિકરણ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

મંત્રી શ્રી કૌશિક વેકરિયાએ વહીવટમાં પારદર્શિતા અને કાર્યક્ષમતા લાવવા માટે ચેરીટી કમિશ્નર કચેરી તથા તાબાની તમામ કચેરીઓનું કામ ફરજિયાત ઓનલાઇન કરવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપી છે. આ પહેલને તાત્કાલિક અસરથી લાગુ કરવા માટે, મંત્રીશ્રીએ કચેરીના ઉપયોગ હેતુ વધારાના ૩૫ કોમ્પ્યુટર તુરંત ફાળવવા અંગે પણ જરૂરી સૂચના આપી છે.

કચેરીની કાર્યક્ષમતા વધારવા માટે મંત્રીશ્રીએ મહેકમમાં ધરખમ વધારો કરવાના આદેશો આપ્યા છે. ચેરીટી કમિશ્નરશ્રીની કચેરી અને તાબાની કચેરીઓમાં ખૂબ ઓછું મહેકમ હોવાની બાબતને ગંભીરતાથી લઈને મંત્રીશ્રીએ હયાત હિસાબનીશ/નિરીક્ષકનું મંજૂર મહેકમ ૩૮ છે, તેને વધારીને ત્રણ ગણું કરવા માટે નવી બાબત તરીકે આગામી બજેટમાં જોગવાઇ કરવા સૂચના આપવામાં આવી છે. તે ઉપરાંત નાયબ ચેરિટી કમિશનરનું હાલમાં ૮ નું મંજૂર મહેકમ છે તેને પણ વધારીને ૧૨નું મહેકમ કરવા માટે નવી બાબતમાં સમાવેશ કરવા આદેશ આપવામાં આવ્યા છે.

બીજી તરફ મંત્રીશ્રીએ ચેરીટી કમિશ્નર અને તાબાના અધિકારીઓ/નિરીક્ષક/કર્મચારીઓ માટે તપાસના કામે વાહનની જોગવાઇ કરવા અંગેના પ્રશ્નનું પણ નિરાકરણ લાવતાં, આ અંગે નવી બાબત તરીકે આગામી બજેટમાં જોગવાઈ કરવા સૂચના આપી છે.

વહીવટી સરળતા અને કર્મચારીઓના હિતમાં, સંયુક્ત કમિશ્નરની લાયકાત માટે જરૂરી ૧૦ વર્ષના અનુભવના સંદર્ભમાં એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમાં નાયબ ચેરિટી કમિશનર તરીકે બજાવેલ ફરજનો સમયગાળો પ્રમોશન પછીની સ્થિતિએ સળંગ ગણવા બાબત કાર્યવાહી કરવા પણ નિર્દેશ અપાયો છે.

મંત્રી શ્રી કૌશિક વેકરિયાના આ નિર્ણયો કાયદા અને ન્યાય વિભાગ હસ્તકની ચેરિટી કમિશનર કચેરીના વહીવટી માળખાને મજબૂત કરવા તેમજ કચેરીની કાર્યક્ષમતા અને આધુનિકીકરણમાં મહત્ત્વપૂર્ણ પરિવર્તન લાવશે.

બ્યુરો ચીફ ઇલિયાસ કપાસી અમરેલી

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *