ભાજપના નેતાએ દલિત ભાઈને માં-બહેનની ગાળો આપી તેમની જાતિવાદી માનસિકતા બતાવી: જગદીશ ચાવડા AAp
ભાજપના ગુંડાને મેસેજ – તું હાઇવે પર ધોકા અને ગુંડાઓ લઈને રાહ જોતો હતો એવી જ રીતે અમારી પણ રાહ જોજે, અમે આવીએ છીએ: જગદીશ ચાવડા aap
ભાજપના ગુંડા ચેતન ધાનાણી પર એટ્રોસિટી એક્ટ હેઠળ તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ: જગદીશ ચાવડા AAP
અમદાવાદ/ગુજરાત
કેજરીવાલજીની સભામાં જનાર દલિત સમાજના એક વ્યક્તિને ભાજપના નેતાએ ગાળો બોલી હતી અને ભાજપના નેતાએ પોતાની દલિત વિરોધી માનસિકતા છતી કરી હતી. આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના SC સેલ પ્રદેશ પ્રમુખ જગદીશ ચાવડાએ વીડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે, અમરેલીના લાલાવદર ગામના અમારા સાથી જીગ્નેશભાઈ 31 તારીખના આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત કિસાન મહાપંચાયતમાં હાજરી આપવા માટે ગામના કેટલાક સાથી મિત્રોને લઈને આવ્યા હતા. આ વસ્તુની કિન્નાખોરી રાખીને તેમના જ ગામના તાલુકાના ભાજપના સદસ્ય ચેતન ધાનાણીએ જીગ્નેશભાઈને ગતરોજ ફોન કરીને ખૂબ જ ખરાબ રીતે જાતિ વિષયક શબ્દો બોલીને ધાકધમકી આપી હતી. સાંભળી શકાય નહીં તેવી મા બહેન સામેની ગાળો આપી હતી અને એવી ધમકી પણ આપી હતી કે “તું અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીની સભામાં કેમ ગયો?” એક બાજુ ભારતીય જનતા પાર્ટી ખેડૂતોને કડદા પ્રથાથી લૂંટી રહી છે વર્ષોથી શોષણ કરી રહી છે બીજી તરફ કિસાનો જ્યારે કોઈ ગામની અંદર એકઠા થાય ત્યારે ભારતીય જનતા પાર્ટીની પોલીસ દ્વારા તેમના ઉપર દમન ગુજારવામાં આવે છે અને આ બધાથી ત્રસ્ત થઈને જ્યારે કોઈ પાર્ટી કિસાન મહાપંચાયતનું આયોજન કરે અને એમાં જો ખેડૂતો આવે તો તેમના ગામના ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓ તેમને ધમકીઓ આપે છે.
જીગ્નેશભાઈ સાથે અમારી વાત થઈ ત્યારે તેમના જણાવ્યું હતું કે, સભા પતાવીને તેઓ ઘરે પહોંચી ગયા એની પાંચ મિનિટ પછી એમને માલુમ પડ્યું કે, જો એ પાંચ થી 10 મિનિટ મોડા પડ્યા હોત તો હાઇવે પર જ આ ચેતન ધાનાણી નામના ગુંડા સાથે તેમનો ભેટો થઈ ગયો હતો. ચેતન ધાનાણી તેમને મારવા માટે પોતાના 25 થી 30 સાથીઓને સાથે લઈને દંડા લઈને હાઈવે પર તેમની રાહ જોઈ રહ્યા. તો એક મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. આ વીડિયોના મારફતે હું રાજ્યના DGP અને અમરેલીના SP સાહેબને વિનંતી કરું છું કે જાતિવાદી માનસિકતા ધરાવનાર ભારતીય જનતા પાર્ટીના ગુંડા પર તાત્કાલિક એટ્રોસિટી એક્ટ મુજબ ફરીયાદ દાખલ કરવામાં આવે. ધાક ધમકી પણ આપવામાં આવી છે, ન સાંભળી શકાય તેવી ભાષાનો ઉપયોગ કર્યો છે, તો બધી જ કલમો લગાવીને એને તાત્કાલિક જેલના હવાલે કરવામાં આવે અને આ વિડીયો મારફતે હું એ પણ જાહેરાત કરું છું કે બે દિવસ બાદ હું મારી ટીમ સાથે અમારા સાથી જીગ્નેશભાઈની મુલાકાત કરવા માટે લાલાવદર ગામ જવાનો છું અને હું ભારતીય જનતા પાર્ટીના ગુંડા ચેતન ધાનાણીને પણ કહેવા માગું છું કે જે રીતે તું હાઇવે પર ધોકા સાથે તારા ગુંડાઓને લઈને રાહ જોતો હતો એવી જ રીતે અમારી પણ રાહ જોજે અને તું અમારું સ્વાગત કરજે, અમે અમારા સાથી જીગ્નેશભાઈને મળવા આવી રહ્યા છીએ. આમ આદમી પાર્ટીના પણ તમામ સાથીઓને જણાવવા માંગુ છું કે આપણે સાથે મળીને જીગ્નેશભાઈના ગામે જઈશું.
બ્યુરો ચીફ ઇલિયાસ કપાસી અમરેલી










